Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

માનસિક રીતે અસ્‍વસ્‍થ વૃધ્‍ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ

પૌત્રએ જણાવ્‍યું દાદી એકલા જ રહે છેઃ અગાઉ પણ ઘરેથી જતા રહેલા

રાજકોટ તા.૦૬ ફેબ્રુઆરી-  મહિલાઓને અભય વચન પૂરું પાડતી અને ૨૪ કલાક અવિરતપણે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્‍પલાઇન ટીમ દ્વારા રાજકોટની માનસિક રીતે અસ્‍વસ્‍થ વળદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું. રાજકોટના એક જાગળત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇનની ટીમનો સંપર્ક સાધી હસનવાડી ખાતે ભૂલી પડેલી મહિલા વિશે માહિતી આપી હતી. જે અંગે ૧૮૧ ટીમના કાઉન્‍સિલર કોમલબેન સોલંકી, કોન્‍સ્‍ટેબલ શીતલબેન અને ડ્રાઈવર ભાનુબેન મઢવી હસનવાડી ખાતે પહોચ્‍યા હતા. વળદ્ધા ખુબ ગભરાયેલ હાલતમાં રડતા હતા. ટીમ દ્વારા કુશળ કાઉન્‍સિલિંગ બાદ વળદ્ધ મહિલાને હિમત આપીને ધીરજપૂર્વક ચર્ચા કરી અને વળદ્ધ મહિલા રાજકોટના જ રહેવાસી છે તેમ જણાવ્‍યું અને ઘરનું એડ્રેસ જણાવ્‍યું હતું.      વળદ્ધાએ જણાવેલ એડ્રેસ પર ૧૮૧ અભયમ ટીમે જઇને આસપાસના વિસ્‍તારના લોકોને મહિલા અને મહિલાના પરિવાર અંગે પૂછતાં એવી માહિતી મળી હતી કે માનસિક અસ્‍વસ્‍થતાને કારણે આ મહિલા અગાઉ પણ બે થી ત્રણ વાર ઘરેથી જતા રહ્યા હતા. ૧૮૧ની ટીમે મહિલાના પૌત્રને ફોન કરીને બોલાવી મહિલાની મનોસ્‍થિતિ અંગે ચર્ચા કરી મહિલાની તેના પૌત્રને સોંપણી કરી હતી.તેમના પૌત્રએ જણાવ્‍યું હતું કે દાદી એકલા જ રહે છે, પરિવારના અન્‍ય સભ્‍યો સાથે રહેવા તેઓ તૈયાર ન થવાથી તેમને જમવાનું અને અન્‍ય જીવન જરૂરિયાતની વસ્‍તુઓ તેમનો દીકરો અને પૌત્ર પૂરું પાડે છે, છતાંય દાદી વારંવાર ઘરેથી નીકળી જાય છે. આમ, ૧૮૧ અભયમ ટીમે વળદ્ધાનું પૌત્ર સાથે મિલન કરાવી વળદ્ધાને પરિવાર પાસે  સુરક્ષિત પહોચાડી હતી.

(4:46 pm IST)