Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

હાઇરાઇઝ બિલ્‍ડીંગના રહેવાસીઓને ફાયર સેફટી અંગે તાલીમ

રાજકોટ : મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા શહેર વિસ્‍તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્‍ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્‍ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે છત્રપતિ શિવાજી ટાઉનશીપᅠAᅠથીᅠH 8ᅠવિંગ્‍સ,ᅠકર્ણાવતી સ્‍કુલથી આગળ,ᅠરેલનગર,ᅠરાજકોટ રેસીડેન્‍સીયલ બિલ્‍ડીંગ ખાતેᅠફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું.ᅠઆ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્‍ડીંગ દ્વારા પોતાની બિલ્‍ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્‍વેચ્‍છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્‍ત ફાયર સેફટીની તાલીમ દરમ્‍યાનᅠછત્રપતિ શિવાજી ટાઉનશીપᅠAᅠથીᅠH 8ᅠવિંગ્‍સ,ᅠકર્ણાવતી સ્‍કુલથી આગળ,ᅠરેલનગર,ᅠરાજકોટᅠખાતે બિલ્‍ડીંગના અંદાજે ૮૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયેલ. જે મોકડ્રીલમાં ફાયર એન્‍ડ ઈમરજન્‍સી વિભાગના સ્‍ટેશન ઓફીસર એચ.પી.ગઢવી,ᅠએ.બી.ઝાલા તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્‍ટાફ દ્વારા બિલ્‍ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્‍ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્‍યારે કઇ રીતે ઉપયોગ કરવો,ᅠશું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્‍ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્‍ટીંગ્‍યુસરᅠનો ઉપયોગ કેવી રીતે કરવો,ᅠજાળવણીᅠઅને કઇ રીતે પોતાનો તથા અન્‍યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

 

(4:09 pm IST)