Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

રામનાથપરામાંથી જતીનને દારૂની ૧૦૮ બોટલ સાથે ક્રાઇમ બ્રાંચે પકડયો મનહરપરાના મહેશનું નામ ખુલ્‍યું: પીઆઇ એલ. એલ. ચાવડા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૬: શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક વખત ગેરકાયદે વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો છે. રામનાથપરા-૧૮માં બરફના કારખાના પાસે રહેતાં જતીન વિનોદભાઇ દુધરેજીયા (ઉ.વ.૨૪) નામના શખ્‍સને રામનાથપરા-૧૦માંથી રૂા. ૫૬૧૬૦ના ૧૦૮ બોટલ દારૂ સાથે પકડી લેવામાં આવ્‍યો છે.

દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરાવવા અને આવા કેસો શોધી કાઢવા માટે ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ક્રાઇમ બ્રાંચના એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતાં જતીન દુધરેજીયાને દારૂના જથ્‍થા સાથે દબોચી લીધો હતો. પુછતાછમાં આ દારૂ ભાવનગર રોડ મનહરપરા-૪ ફાયર બ્રિગેડ પાછળ રહેતાં મહેશ ઉર્ફ ભુરો ભુપતભાઇ પરમારનો હોવાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે રોયલ ચેલેન્‍જર્સ વ્‍હીસ્‍કીની એકસો આઠ બોટલો કબ્‍જે કરી છે.પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર સોૈરભ તોલંબીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એ.એસ. ગરચર, દિપકભાઇ ચોૈહાણ, નિલેષભાઇ ડામોર તેમજ એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા અને હરપાલસિંહ જાડેજાની બાતમી

(3:49 pm IST)