Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગાંધીનગરવાસીઓને બેવડી મોસમનો અનુભવઃ સવારે અને મોડી રાત્રે ઠંડીઃ દિવસે ગરમી

(અશ્વીન વ્‍યાસ દ્વારા)  ગાંધીનગર તા. ૬ : ગાંધીનગરમાં ગત મહીના દરમ્‍યિાન કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું જયારે ફેબ્રુઆરી મહીનામાં પણ ઠંડીનો મિજાજ ગરમ છે. જો કે ગઇકાલની સાપેક્ષમાં  આજે ઠંડીનો પારો ર ડીગ્રી ઉંચકાયો હતો પરંતુ ઠંડીની સાથે દિવસના તાપમાનમાં પણ નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. આજે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રીએ પહોંચી જતા નગરજનોએ દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ કર્યો હતો. વિદાય લેતા શિયાળે ઠંડીનું જોર યથાવત છે. જયારે ગરમીનો પારો પણ ધીમે ધીમે ઉચકાઇ રહ્યો છે. જેના લીધે નગરજનો વિચિત્ર મોસમનો અહેસાસ કરી રહ્યા છે.

ગાંધીનગરમા છેલ્લા ચાર - પાંચ  દિવસથી ઠંડીનું જોર વધ્‍યું છે. લઘુત્તમ તાપમાન ૯ ડીગ્રીએ પહોંચી જતા નગરજનો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા જયારે આજે ઠંડીનો પારો ર ડીગ્રી ઉંચકતા નગરજનોએ ગઇકાલની સાપેક્ષામાં ઠંડમાં થોડી રાહત અનુભવી હતી. જયારે દિવસનું તાપમાન ૩ ડીગ્રી ઉપર આવતા શહેરીજનોએ દિવસે ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગત જાન્‍યુઆરી મહીનામાં આકરી ઠંડીએ નગરને બાનમાં લીધુ હતી સુસવાટા મારતા ઠંડા પવનના લીધે ઠંડીની અસર બેવડાઇ રહી છે. હાલમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો મિજાજ ઉગ્ર જોવા મળે છેઆજે લઘુતમ તાપમાન ૧.૩ ડીગ્રી રહ્યું હતું. જયારે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી સુધી પહોંચી ગયું હતું.

(3:42 pm IST)