Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

NIT જયપુર દ્વારા ઇન્‍દુરાવને પ્રતિષ્‍ઠિત એવોર્ડથી વિભુષિત કરાયા

જાણીતા મહિલા શિક્ષણવિદ વધુ એક વખત ગુજરાતનું ગૌરવ અપાવ્‍યું

રાજકોટ તા.૬: અનેક પ્રતિષ્‍ઠિત એવોર્ડ મેળવી ગુજરાતના શિક્ષણ જગતનું ગૌરવ વધારનારા જાણીતા મહિલા શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવ દ્વારા વધુ એક પ્રતિષ્‍ઠિત એવોર્ડ મેળવી ગુજરાતને ગૌરવ અપાવતા તેમના પર અભિનંદન અપરંપાર વર્ષી રહયા છે.

માલવિયા નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી જયપુર એલ્‍યુમીની એસો.ના ડિરેકટર દ્વારા પ્રોમેનન્‍ટ એલ્‍યુમીની એવોર્ડ હૈદરાબાદ ખાતે આપવામાં આવ્‍યો છે.

માલવિદ્યા નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી જયપુર એલ્‍યુમિની એસો.દ્વારા અત્‍યાર સુધીમાં સમાજ ગૌરવ જેવા ૧૦૦૦ જેટલા એન્‍જીનીયરીંગ જેટલા તજજ્ઞો આપવામાં આવ્‍યા છે.

ઉકત ૧૦૦૦ જેટલા ગૌરવરૂપ એન્‍જીન્‍યરો દેશમાં જ રહી વિવિધ લેવલે સેવાપ્રદાન કરી રહયા છે. આમના ઘણા ટેકનોલોજી, વહીવટીતંત્ર ક્ષેત્ર, બિઝનેશ જગત અને વિવિધ પ્રોફેશનલમાં પોતાનું યોગદાન આપી દેશની પ્રગતિ અને વિકાસમાં પોતાનો સહયોગ પુરો પાડી રહયા છે.

ડો.ઇન્‍દુરાવ દ્વારા પોતાના આઇપીએસ પતિ એવા ગુજરાતના સિનિયર આઇપીએસ અને મુખ્‍ય જેલ વડા ડો.કે.એલ.એન. રાવ કે જેઓ વડાપ્રધાનનું આત્‍મનિર્ભર સ્‍વપ્ન રાજયના જેલ કેદીઓને આત્‍મનિર્ભર બનાવવા માટે વિવિધ ઉદ્યોગો અને ડિજિટલ શિક્ષણ માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. તેમાં ડો.ઇન્‍દુ રાવનો સહયોગ પણ ખૂબ મોટો અને મહત્‍વનો છે.

 

 

(1:43 pm IST)