Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ટેકસ ન ભરતી પેઢીની ર૮૦ કિલો ચાંદીની લીલામી કરતુ આઇટીઃ અમદાવાદની ચોકસી ગ્રુપે ખરીદી

કર નહી ચુકવતી પેઢી સામે આયકર વિભાગનું આકરૂ પગલુઃ ૧ર બોલી થઇઃ ૩૯,૨૦૦નો આખરી ભાવ બોલાયો

રાજકોટ તા. ૬ : ઇન્કમટેક્ષ નહી ચુકવતા લોકો સામે આખરે ઇન્કમટેક્ષ વિભાગે લાલ આંખ કરી છે. રાજકોટની એક જ્વેલર્સ પેઢીએ ટેકસ ન ભરતા આયકર વિભાગે જપ્ત કરેલી ૨૮૦ કિલો ચાંદીની આજે હરરાજી યોજાય હતી.

રાજકોટ ઇન્કમટેક્ષના કમિશ્નર શ્રી અજીત સિંહાના માર્ગદર્શન તળે ટેકસ રિકવરી ઓફિસર શ્રી ટી.એસ.ટીનવાલાએ આજે હરરાજી યોજી હતી. ૨૮૦ કિલો ચાંદીની ખરીદનાર તરીકે ૧૨ પેઢીએ ઉત્સુકતા દાખવી બોલી લગાવી હતી. જેમાં અમદાવાદની ચોકસી રાજેન્દ્રકુમાર ગ્રુપ દ્વારા ૨૮૦ કિલો ચાંદીની સૌથી ઉંચી બોલી ૩૯,૨૦૦ની બોલી હતી.

વધુ બોલી ન આવતા આયકર વિભાગે અમદાવાદની ચોકસી પેઢીને ૨૮૦ કિલો ચાંદી વેચીને મૂળ કરદાતા પાસેથી ટેકસની રકમ ભરપાઇ કરી હતી. ૨૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટ ઇન્કમટેક્ષ વર્તુળે લાલ આંખ કરી જપ્ત કરેલી મિલ્કતની જાહેર હરરાજી કરી હતી.

(4:19 pm IST)