Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

શિક્ષણ સમિતિના બાળકો, ખેલશે, કુદશે, રમશે : રમોત્સવ

શાળા, ઝોન, શહેર કક્ષા વિભાગમાં દોડ, ચેસ, ખો-ખો સહિતની સ્પર્ધા : શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન : ર૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે

રાજકોટ, તા. ૬ :  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસના ભાગ રૂપે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. બાળક રમોત્સવ-ર૦૧૮ સંદર્ભે તા. ૭/૮એ શાળા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ તા. ૧ર/૧૩એ તથા ઝોન કક્ષાએ તા. ૧પ/૧૬એ ચાલુ માસમાં ધો. ૧ થી ૮ ના ર૦ હજારથી વધુ છાત્રો તથા શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરેલ છે.

પ૦-૧૦૦ મીટર દોડ, લાંબી કૂદ, બેઝબોલ ફેંક,  કેરમ, ચેસ, વોલી બોલ, રસ્સા ખેંચ જેવી  સ્પર્ધાઓ યોજાશે.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિના તમામ વ્યાયામ શિક્ષકો, કે.નિ. શ્રી ડી.એન. ભુવાત્રા, પૂર્વીબેન ઉંચાટ તથા યુ.આર.સી., સી.આર.સી. તાલુકા શાળા આચાર્ય, શાળા આચાર્ય-સ્ટાફ પરિવાર આયોજન સંભાળી રહ્યા છે.

સમગ્ર આયોજનમાં શિક્ષણ સમિતિના સદસ્યઓ કિશોરભાઇ રાઠોડ, જગદીશભાઇ ભોજાણી, સંજયભાઇ હિરાણી, ધિરજભાઇ મુંગરા, કિરણબેન માંકડિયા, ભાવેશભાઇ દેથરિયા, ડો. ગૌરવીબેન ધ્રુવ, ભારતીબેન રાવલ, ડો. રાજેશભાઇ ત્રિવેદી, રહીમભાઇ સોરા, શરદભાઇ તલસાણિયા, મુકેશભાઇ ચાવડા અને મુકેશભાઇ મહેતા આયોજન અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

(4:07 pm IST)