Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

રાજકોટ બાર.એસો.નો ચુંટણી પ્રોગ્રામ જાહેરઃ ૧૬ જગ્યા માટે ચુંટણી યોજાશે

પ્રાથમીક મતદાર યાદી જાહેરઃ વકીલો ચુંટણી માહોલમાં વ્યસ્ત

રાજકોટ તા. ૬ : રાજકોટ બાર.એસો.ની ચુંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયેલ છે. બાર.એસો. દ્વારા આગામીના તા.ર૩ ફેબ્રુ.એ ચુંટણી યોજવાનું જાહેર કરેલ છે. આ વર્ષે સૌ પ્રથમ વખત જાહેર થયેલા ચુંટણી પ્રોગ્રામ મુજબ બે વધારાની જગ્યાનો વધારો થયો છે જેમાં લાયબ્રેરી સેક્રેટરી અને મહિલા અનામતની એક-એક જગ્યા મળીને કુલ ૧૬ જગ્યાઓ માટે ચૂંટણી યોજવાનો એજન્ડા ચુંટણી કમિશનરશ્રી, ટ.ીબી. ગોંડલીયા અને બાર.એસો.ના પ્રમુખ સંજયભાઇ વ્યાસ અને સેક્રેટરી મનિષભાઇ ખખ્ખરે બહાર પાડેલ છે.

દરમ્યાન આજે 'વનબાર વન વોટ' મુજબ ગુજરાત બાર.કાઉન્સીલ દ્વારા અપાયેલ મતદાર યાદી અન્વયે બાર.એસો. રાજકોટે પ્રાથમીક મતદાર યાદી જાહેર કરાઇ છે. પરંતુ ફાયનલ મતદાર યાદી તા.૧રના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. હાલ જે પ્રાથમીક યાદી જાહેર થઇ છે.તે મુજબ ૧૯પ૦ થી વધુ વકીલો ચૂંટણીમાં મતદાન કરી શકશે.

આગામી ર૬મીએ રાજકોટ બાર.એસોસીએશનની ચુંટણી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રેકટર લાયબ્રેરી, સેક્રેટરી અને નવ કારોબારી સભ્ય તેમજ એક કારોબારી સભ્ય મહિલા અનામત માટે યોજાશે. આવતીકાલે તા.૬ને મંગળવારે પરથમ મતદાર યાદી પ્રસિધ્ધ થશે. જયારે આગામી ૧રમીએ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થશે.

તો ઉમેદારી ફોર્મ ભરવા માટેનો સમય ૧૪થી ૧૬મી બપોરે ર વાગ્યે સુધીનો રહેશે. જયારે તેજ દિવસે બપોર બાદ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરાશે. તો ૧૯મીએ બપોરે બે વાગ્યા સુધીમાં ઉમેદવારો ફોર્મ વિથ ડ્રો કરી શકશશે. ત્યારબાદ તેજ દિવસે સાંજે ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે અને આગામી ર૬મીએ સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં બાર. એસોસીએશનના રૂમમાં સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી મતદાન યોજાશે અને ૪ વાગ્યાથી મતગણત્રી યોજાશે.

(4:04 pm IST)