News of Tuesday, 6th February 2018

કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોતઃ વાલીવારસની શોધખોળ

જમણા હાથે 'ઓમ' ત્રોફાવેલુ છેઃ કોણીના ભાગે 'તીર'નું ટેટૂ

રાજકોટ તા. ૬: કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે પોણા બારેક વાગ્યે આશરે ૨૮ થી ૩૦ વર્ષનો યુવાન રાજકોટ-વેરાવળ ટ્રેનની ઠોકરે ચડી જતાં માથુ ફાટી જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાને કોફી કલરનું પેન્ટ અને કાળા રંગનો શર્ટ પહેરેલા છે. વાને ઘંઉવર્ણો છે અને ઉંચાઇ આશરે ૫*૫ છે. શરીરે પાતળા બાંધાના આ યુવાનના જમણા હાથના પોંચા પર ઓમ ત્રોફાવેલો છે અને કોણીના ભાગે તીરનું ટેટૂ ચિતરાવેલુ છે. તસ્વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ અથવા મો. ૯૪૨૬૮ ૮૯૨૯૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:55 pm IST)
  • સુરેન્દ્રનગરની અરેરાટી ફેલાવતી ઘટના : અહીના કૃષ્ણનગર હાઉઝીંગ સોસાયટીમાં રેહતો છ વર્ષનો ભદ્ર પરમાર નામનો છોકરો છેલ્લા કેટલાક દિવસોથી લાપતા હતો. આજે આ ભદ્રના પોતાનાજ ઘરમાંથી એક શુટકેસમાંથી તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી ફેલાય જવા પામી છે. ભદ્રની સાવકી માંએજ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની શંકા સેવાય હરી છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. access_time 12:44 am IST

  • પોરબંદરમાં ITના દરોડા : આશાપુરા અને પૂજા નામની સોના-ચાંદીનો વેપાર કરતી પેઢી પર દરોડા પડ્યાનું જાણવા મળે છે access_time 9:33 am IST

  • 'પદ્માવત' ફિલ્મે કલેકશનમાં ચેન્નાઇ એકસપ્રેસને પછાડીઃ ૧ર દિવસમાં ૪૦૦ કરોડની કરી કમાણી access_time 4:00 pm IST