Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નાગરિક સહકારી બેન્ક મવડી પ્લોટ શાખા દ્વારા ગ્રાહક મિલન

રાજકોટઃ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની મવડી પ્લોટ શાખાનું ગ્રાહક મિલન બેન્કની હેડ ઓફિસ ખાતે યોજાયેલ હતો. આ તકે શીંગાળા ઘનશ્યામભાઇ -માઇક્રો ઇન્ડસ્ટ્રી (મોટા ખાતેદાર), ડઢાણીયા અશોકભાઇ-રાજેશ પ્લાસ્ટીક (મોટા ખાતેદાર), પટેલ દિલીપભાઇ (મોટા ડિપોઝીટર), મોદી જયશ્રીબેન (મોટા ડિપોઝીટર), ડો.પ્રતીક્ષાબેન રામાનુજ (વિશિષ્ટ યોગદાન), દવે ગમનલાલ (વિશિષ્ટ યોગદાન), સુરાણી ભુપતભાઇ-અર્જુન સ્ટીલ ટ્રેડર્સ (મોટા ધિરાણ ખાતેદાર), નિમાવત જયસુખભાઇ-બજરંગ એન્ટરપ્રાઇઝ (મોટા ધિરાણ ખાતેદાર), ઝાલા અશોકભાઇ (નિયમીત ધિરાણ ખાતેદા), શાહ ધારાબેન (મોબાઇલ બેન્કિંગના વપરાશકર્તા), ચાવડા સંજયભાઇ (એટીએમનો મહત્તમ વરરાશકર્તા), કુ.યશસ્વી ચૌહાણ (બાળ ખાતેદાર), શાહ અનિલભાઇ-અજીત ટ્રેડીંગ (જુના ખાતેદાર), પોપટ સુભાષચંદ્ર-ન્યુ બહાર ફરસાણ હાઉસ (જુના ખાતેદાર), સર્વોદય સ્કુલ (સૌથી વધુ કાસા ખાતેદાર-કુટુંબ ભાવના સાથે બેન્કિંગ)ને સ્મૃતિભેટ આપી સન્માનિત કરાયા હતા. નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, 'આ બેન્ક પોલીસી ડ્રીવન બેન્ક છે. આ પોલીસી બેન્કના ચેરમેનથી લઇને પ્યુન સુધી દરેક માટે લાગુ પડે છે અને તેમાં દર્શાવ્યા મુજબ જ કાર્ય થાયછે. નાના અને મધ્યમવર્ગના લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવે તે રીતે કાર્ય કરીએ છીએ. બેન્ક દ્વારા 'મન્ડે-નો કાર ડે'દર સોમવારે બેન્કમાં સંચાલક મંડળના સદસ્યો-કર્મચારીઓ બેન્કની કે પોતાની કારનો વપરાશ કરતાં નથી. બેન્કની અદ્યતન હેડ ઓફિસને બે વખત ભારતના અગ્રણી મેગેઝીન દ્વારા એવોર્ડ મળેલા છે. માઇનોર (૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના) બાળકોના બેન્ક ખાતા ખોલવાની સુવિધા છે. તેમને ચેકમાં સહી કરી ઉપાડ કરી શકે છે. આ સુવિધાથી બાળકો બેન્કિંગ ગતિવિધિથી પરિચિત થશે. બેન્ક દ્વારા મહિલાઓને ધિરાણમાં નિયત વ્યાજદર કરતાં ૧ ટકા વિશેષ છૂટ આપવામાં આવે છે. આવી જ રીતે દર માસના ત્રીજા શનિવારે સાંજે વિવિધ લેખકોના ખ્યાતનામ પુસ્તકનું બુક-ટોક ચાલે છે. વિવિધ પ્રવૃતિઓથી થકી ખરા અર્થમાં 'નાના માણસોની મોટી બેન્ક'ચરિતાર્થ કરીએ છીએ'.

(3:50 pm IST)