Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

દક્ષિણ મામલતદાર ગઢીયાનો સપાટોઃ ૬ બેન્કોની પોણા ચાર કરોડની બાકી વસૂલવા રાજકોટની ૧ર પાર્ટીને નોટીસોઃ આપેલ મુદ્તે સીધી જપ્તી...

યુનિયન બેન્ક-HDFC-નાગરીક બેન્ક-દેના બેન્ક-ડેવલપમેન્ટ ક્રેડીટ બેન્ક-રામ હાઉસીંગ લીમીટેડ માટે બેન્ક સિકયુરાઇઝેન્શન હેઠળ કાર્યવાહી: ૧ કરોડની ઉપરની એક બાકી જેતપુરની દેના બેન્ક બ્રાંચની પણ બોલે છે

રાજકોટ તા. ૬ :.. રાજકોટ જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેની સીધી સુચના બાદ દક્ષિણ મામલતદાર શ્રી ગઢીયા, સર્કલ ઓફીસર શ્રી રામાણી અને તેમની ટીમે સપાટો બોલાવી રાજકોટની ૬ બેન્કો   દેના બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયા, રાજકોટ નાગરીક સહકારી બેન્ક, ડેવલપમેન્ટ ક્રેડીટ બેન્ક, એચડીએફસી બેન્ક, અને રામ હાઉસીંગ લીમીટેડમાંથી શહેરની વિવિધ પાર્ટી - મોટા માથાઓએ પ લાખથી માંડી ૧ાા કરોડની લીધેલી લોન-વ્યાજ સહિતની બાકી અંગે ૧ર પાર્ટીઓસામે બેન્ક સિકયુરાઇટેઝશન એકટ હેઠળ સીધી નોટીસો ફટકારી આ તમામને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની તારીખો આપી તે તારીખ સુધીમાં લોન ભરપાઇ કરી દેવા ચેતવણી આપી છે, જો તે તારીખ સુધીમાં લોન ભરપાઇ નહી કરે તો આપેલ તારીખે સીધી મીલકત જપ્તીની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી આપતા સનસનાટી મચી જવા પામી છે, દક્ષિણ મામલતદાર શ્રી ગઢીયાએ આ નોટીસો અંગે કલેકટરશ્રીને રીપોર્ટ પણ પાઠવી દિધો છે.

 

અત્રે રાજકોટની કઇ પાર્ટીએ કેટલી લોન કઇ બેન્કમાંથી લીધી અને કેટલી રકમ બાકી છે તે તથા અપાયેલ મુદતની તારીખો અંગે વિગતો અપાઇ છે.

(3:50 pm IST)