Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

આધાર કાર્ડ રજીસ્ટ્રેશન, સુધારા-વધારાની પ્રક્રિયામાં વિલંબઃ દેકારો

કોર્પોરેશનનાં ત્રણેય ઝોન, સિવિક સેન્ટર ખાતે લાંબી લાઇનોઃ સોફટવેર અપગ્રેડેશનનાં કારણે થોડો સમય વિલંબ થશેઃ લોકોને સહકાર આપવા તંત્રની અપિલ

રાજકોટ,તા.૬: યુ.આઈ.ડી આધાર રજીસ્ટ્રેશનમાં સુધારા-વધારાની પ્રક્રિયામાં લોકોને વિલંબ થતા દેકારો બોલી ગયો છે.આ અંગેની પ્રાપ્તન માહિતી મુજબ કેનદ્ર સરકાર દ્વારા મોટા ભાગની યોજના માં આધાર કાર્ડ ફરજીયાત કરવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશનની ત્રણેય ઝોન  કચેરીઓ ખાતે તેમજ નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન-સુધારા વધારા માટે લાંબી લાઇનો લાગે છે. ત્યારે બે-ત્રણ દિવસથી  આધાર રજીસ્ટ્રેશન માટેના સોફટવેરમાં યુ.આઈ.ડી વિભાગ દ્વારા સોફ્ટવેર અપડેશનની પ્રક્રિયા ચાલતી હોય જેના કારણે વિલંબ થતો હોય લોકોમાં દેકારો બોલી ગયો છે.

 આ અંગે કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ આધાર રજીસ્ટ્રેશન માટેના સોફટવેરમાં યુ.આઈ.ડી વિભાગ દ્વારા સોફ્ટવેર અપડેશનની પ્રક્રિયા હાલ ચાલુ હોઈ આગામી બે દિવસ તા.૦૬ થી તા.૦૮ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન તેમજ સુધારા-વધારાની પ્રક્રિયામાં વધુ સમય-વિલંબ થવા સંભવ હોઈ, આ બાબતે જરૂરી લોકોને સહકાર આપવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:50 pm IST)