Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સનસાઇન કોલેજ દ્વારા રાજયકક્ષાએ સફળતાપૂર્વક આઇ.ટી. મહોત્સવ યોજાયો

 રાજકોટઃ સનશાઇન કોલેજ પોતાના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ લાભ મળે તેવા નિતનવા પ્રોગ્રામો અવિરતપર્ણે કરતી રહે છે. જેમા આ વર્ષની શરૂઆતમાં એમ.સી.એ વિભાગ દ્વારા આઇ.ટી. મહોત્સવનું આયોજન કરેલું હતું. આ પ્રોગ્રામમાં સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ રાજકોટની ૩૦ થી વધારે કોલેજોમાંથી ૪૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉમળકાભેર ભાગ લીધેલ હતો. બ્લાઇન્ડ કોડિગ, કોડ અરેન્જમેન્ટ, લોગો મેકિંગ,  એડ મેકિંગ, આ.ટી. કવીઝ જેવી ટેકનીકલ સ્પર્ધાઓ તેમજ ટેક રંગાવલી, બેસ્ટ આઉટ ઓફ આ.ટી. વેસ્ટ, પોસ્ટર પ્રેઝન્ટેશન, વકતૃત્વ સ્પર્ધા, તેમજ સ્ટાર્ટપ આઇડીયા જેવી નોન ટેકનીકલ સ્પર્ધાના અંતમાં એક ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવેલુ હતું.

 આ પ્રોગ્રામની શરૂઆત સંસ્થાના ચેરમેન મીનેશ માથુર, ડાયરેકટર ડો. વિકાસ અરોરા,  એચ.ઓ.ડી. અમિત વડેરા, ઉપસ્થિત આમત્રિંતો એમ.જે.કુંડલીયા કોલેજમાંથી મી. નિરવ પંડયા, કણસાગરા કોલેજમાંથી  હિના ત્રિવેદી તેમજ ક્રાઇસ્ટ કોલેજમાંથી તોષા જોષી દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવેલી હતી.સ્પર્ધામાં ભાગ લીધેલ દરેકની વિદ્યાર્થીને  સર્ટીફિકેટ તેમજ વિજેત થયેલ વિદ્યાર્થીઓને આ.ટી. ગેઝેટના ઇનામોનું વિતરણ કરવામાં આવેલ હતું. જે કોલેજમાંથી સૌથી  વધારે ઇનામો જીતેલ હોય તેને સનશાઇન કોલેજ દ્વારા જુનુન-૨૦૧૮ ટ્રોફિ આપવામાં આવેલી હતી.

 એમ.સી.એ. વિભાગની પ્રો. રશ્મી ગાંધી તેમજ પ્રો. સાવન રાઇઠઠ્ઠાના માર્ગદર્શન હેઠળ એમ.સી.એ.ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોગ્રામનું સફળ સંચાલન બી. વોકના વિદ્યાર્થીઓ દ્વારા ફન ઝોન, ફુઝ ઝોનનું તેમજ સેલ્ફી ઝોનનું આયોજન કરવામાં આવેલ. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સંસ્થાના તમામ કર્મચારીગણે જહેમત ઉઠાવેલ હતી.

(3:42 pm IST)