Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મોરબી રોડ સપના પાર્કમાં ચંપાબેન પટેલે એસીડ પીધુ

પગના દુઃખાવાથી કંટાળી પગલુ ભર્યુઃ પટેલ મહિલા સારવારમાં

રાજકોટ તા.૬: મોરબીરોડ સપના પાર્કમાં પગના દુઃખાવાથી કંટાળી પટેલ મહિલાએ એસીડ પો લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ મોરબી રોડ જકાતનાકા પાસે પસના  પાર્ક શેરી નં.૧માં રહેતા ચંપાબેન બાબુભાઇ નસીત (ઉ.વ.૫૦)એ સવારે પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે પટેલ મહિલાને ઘણા સમયથી પગમાં દુઃખાવો થતો હોઇ, તે સહન ન થતા તેણે આ પગલુ ભર્યુનું ખુલ્યુ છે આ અંગે બીડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ વિજયગીરીએ તપાસ આદરી છે.

(3:38 pm IST)