Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મેરેથોનમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા રૂટ પર 'પેસર'ની સુવિધાઃ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાની

રાજકોટ, તા. ૬ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી તા. ૧૮-ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજકોટ મેરેથોન-૨૦૧૮માં જુદી જુદી કેટેગરીની દોડ પૈકી ફૂલ મેરેથોન, હાફ મેરેથોન અને ૧૦ કિ.મી.ની દોડમાં ભાગ લેનારા હજારો સ્પર્ધક દોડવીરોને જે તે રૂટ પર માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તે માટે નિષ્ણાંત મેલ-ફિમેલ દોડવીર ઙ્કપેસરઙ્ખ તરીકે સેવા આપશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

મેરેથોનનું સંકલન કરી રહેલા નાયબ મ્યુનિ. કમિશનર શ્રી ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, ૪૨ કિ.મી.ની ફૂલ મેરેથોનમાં દિલીપભાઈ શર્મા ઙ્કપેસરઙ્ખ તરીકે સેવા આપશે. ફૂલ મેરેથોન માટે કટઓફ ટાઈમ ૬.૦૦ કલાકનો છે. સ્વાભાવિકરીતે જ પ્રથમ વખત ફૂલ મેરેથોન દોડી રહેલા સ્પર્ધકો પાંચ કલાક કરતા વધુ સમય લેતા હોય છે. દિલીપભાઈ શર્મા ૫ૅં૩૦ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે ફૂલ મેરેથોનના રૂટ પર ઉભા રહેશે. આટલા સમયમાં દોડ પુરી કરી શકાશે તેવો વિશ્વાસ ધરાવતા દોડવીરો દિલીપભાઈ શર્મા સાથે દોડી શકશે. એવી જ રીતે ૨૧ કિ.મી.ની હાફ મેરેથોનમાં સાત્વિક રાજાણી ૧ૅં૩૦ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે, રાહુલ રાજયગુરૂ ૨ૅં૦૦ કલાક, રીતેશ કુમાર ૨ૅં૧૫ કલાક અને ઉમંગ ગજ્જર ૨ૅં૪૫ કલાકનો સમય દર્શાવતી ઝંડી સાથે ઙ્કપેસરઙ્ખ તરીકે રૂટ પર અલગ અલગ જગ્યાએ ઉભા હશે. હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો ક્ષમતા અનુસાર જે તે પેસરના ગ્રુપમાં દોડી શકશે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, પેસર તરીકે ભાઈઓ અને બહેનો અલગ અલગ રૂટ પર સેવા આપનાર હોઈ સ્પર્ધક ભાઈ-બહેનોને પોતપોતાના ગ્રુપમાં દોડવાની વધુ સુગમતા રહેશે.(૯.પ૪)

(4:07 pm IST)