Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2023

વિયેટનામમાં યોજાયેલ હાર્ડવેર-હેન્‍ડટુલ્‍સ એક્‍ઝીબીશનમાં રાજકોટના ૧૪ યુનિટ ભાગ લેશે

રાજકોટ તા.૫: આગામી તા.૭ થી ૯ ડીસેમ્‍બર ૨૦૨૩ દરમ્‍યાન (સાઇગોન) વિએટનામ ખાતે યોજાઇ રહેલ હાર્ડવેર-હેન્‍ડટુલ્‍સના વિયેટનામ એક્‍જીબીશનમાં રાજકોટના ૨૦ સભ્‍ય એકમોને ભાગ લેવા માટે મંજુરી મળેલ છે.

જે પૈકી ફાઇનલ ૯ + ૫ = ૧૪ એમ.એસ.એમ.ઇ. સભ્‍ય એકમો રીઇએના પેવેલીયમમાં ભાગ લેવાની સંપુર્ણ તૈયારીઓ પુરી કરવામાં આવેલ છે અને જેના અનુસંધાને રીઇએના પ્રમુખ નરેન્‍દ્ર પાંચાણીની ઉપસ્‍થિતિમાં દરેક ભાગ લેતા ઉદ્યોગકારોને સાથે ઈવેન્‍ટ અંતર્ગત ચર્ચા વિચારણા તેમજ પરિચય મેળવવામાં આવેલ. આ સમગ્ર એકઝીબીશનની કામગીરી એસોસીએશન દ્વારા સભ્‍યો દ્વારા પુર્ણ કરવામાં આવેલ છે. આ ફેરમાં ભાગ લેવા દરેક સભ્‍યો રવાના થઇ ચુક્‍યા છે. એકઝીબીશન દરમ્‍યાન વિએટનામ સ્‍થાનિક એસોસીએશન - ચેમ્‍બર ઓફ કોમર્સ સાથે બી ૨ બી મીટીંગ, ફેક્‍ટરી મુલાકાત લેવા માટેની મંજુરી મેળવી લેવાયેલ છે. એકદંરે આ ટુર દ્વારા એમ.એસ.એમ.ઇ. એકમોને ખુબજ ઉપયોગી રહેશે એવી આશા પ્રમુખશ્રીએ વ્‍યક્‍ત કરી છે.

(5:08 pm IST)