Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટમાં ૧૪મીથી ૪ દિ'સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટ-૨૦૨૨

એકઝીબીશનમાં ૨૦૦થી વધુ સ્‍ટોલ, ૧૨૫ મશીનરીના લાઇવ ડેમો સ્‍ટોલઃ દેશભરમાંથી નામાંકીત કંપનીઓ ભાગ લેશેઃ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટીકસ મેન્‍યુ. એસોસીએશન, રાજકોટ દ્વારા તા.૧૪ ડિસેમ્‍બરથી ૧૭ ડિસેમ્‍બર દરમ્‍યાન પ્‍લાસ્‍ટીક ઉદ્યોગનું સૌરાષ્‍ટ્ર પ્‍લાસ્‍ટ ૨૦૨૨ના શિર્ષક હેઠળ એક ભવ્‍ય પ્રદર્શનનું આયોજન રેસકોર્ષના મેદાનમાં કરવામાં આવેલ છે. જેમાં ઉદ્યોગકારો સામેલ થઇ શકે તેવા હેતુથી કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે જયંતિભાઇ સરધારાએ પ્રાસંગિક પ્રવચન કરેલ.

આ એકઝીબીશન ચાર લાખ સ્‍કવેર ફીટ એરીયામાં ત્રણ લાખ સ્‍કવેર ફીટમાં ડેકોરેશન, ૨૦૦થી વધુ સ્‍ટોલ હશે, ૧૨૫ જેટલા મશીનરીના લાઇવ ડેમોસ્‍ટ્રેશન સ્‍ટોલ, ૭૫થી વધુ રો-મટીરીયલ તથા પ્‍લાસ્‍ટીક પ્રોડકટસના સ્‍ટીલ, ૮ મોટા ડોમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, બેંગલોર, તથા કોલકતાની કંપનીઓ ભાગ લેશે.

સૌરાષ્‍ટ્રમા આમ જોઇએ તો ૧૦થી ૧૫ હજાર એકમો પ્‍લાસ્‍ટીકના હોવાથી પ્‍લાસ્‍ટીક ઉદ્યોગનું હબ ગણી શકાય કેમકે દેશના ખુણેખુણેથી ધોરાજીમા રી-પ્રોસેસનું ૩૫ હજાર ટન એકત્રીત કરે છે જેનુ ૨૨ હજાર ટન ઉત્‍પાદન છે. જયારે એકર્સ્‍પોટ ૧૫૦૦થી ૨૦૦૦ ટન છે. જેની રેવન્‍યુ ૧૫ કરોડ જેવી છે. જેમા કાર્ય કરતા ૧૨ હજાર લોકો છે જે ઇન-ડાઇરેકટ ૧૫ હજાર લોકોને રોજગારી પુરી પાડતા એકસ્‍પોર્ટ ઓરીએંટેડ એકમો રહયા છે. દેશની સરખામણીમાં તેઓ ૬૫% રી-સાયકલીંગ માલ તૈયાર કરે છે. તે ઉપરાંત પીવીસી એચડીપી પાઇપના ૭૦૦થી ૮૦૦ એકમો કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયુ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ પરાગભાઇ સંઘવી, માનદમંત્રી જયસુખભાઇ અઘેરા, રાજુ એન્‍જિનીયરીંગના મનિષભાઇ વિ.એ જહેમત ઉઠાવી હતી.

(4:40 pm IST)