Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મહેતા પરિવારનું ૯૨ વર્ષના બા સાથે સહપરિવાર ૧૧ સભ્યો દ્વારા મતદાન

અમદાવાદમાં રહેતા મહેતા પરિવાર દ્ધારા સહપરિવાર સાથે મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો જે આજે પરિવારના ૧૧ સભ્યોએ એક સાથે મતદાન કરીને સંકલ્પ પૂર્ણ કર્યો હતો.પરિવારના સભ્યમાંથી વૃષાંક મહેતાએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં વર્ષોથી મતદાન અંગે જાગૃતતા છે તેમના પરિવારના દરેક સભ્યો તો મતદાન કરે જ છે પરંતુ તેઓ તેમના ૯૨ વર્ષના બા સહિત મતદાન કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપે છે અને વધુમાં વધુ મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.(

(4:26 pm IST)