Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

બામણબોરના ગારીડા ગામે એટ્રોસીટી-ખુની હુમલા કેસમાં પકડાયેલ આરોપીઓ જામીન પર

રાજકોટ તા. ૫ : રાજકોટના એરપોર્ટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ બામણબોર ગામ પાસે આવેલ ગારીડા ગામમાં પાઇપ, લાકડાના ધોકા જેવા ઘાતક હથિયારોથી માર મારી, ગંભીર જીવલેણ હુમલો કરી, જ્ઞાતિ પ્રત્‍યે હડધુત કરવાના ગુન્‍હામાં આરોપીઓનો જામીન ઉપર છુટકારો સેશન્‍સ કોર્ટે ફરમાવેલ છે.

આ કામેની વિગત એવી છે કે, એરપોર્ટ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ બામણબોર ગામ પાસે આવેલ ગારીડા ગામના રહેવાશી કેતનભાઈ સોમાભાઇ બથવારે એવા મતલબની ફરિયાદ નોંધાવેલ છે કે, ફરીયાદીના માતા ઢોર ચરાવવા વીડ વિસ્‍તારમાં ગયેલ ત્‍યારે ગામના મનજીભાઇ નારણભાઈ રોજાસરા તથા વિશાલભાઈ મનજીભાઇ રોજાસરાએ ફરિયાદીના માતાના વીડ વિસ્‍તારમાં આરોપીઓ પોતાના ઢોર ચરાવવા લાગેલ ત્‍યારે બોલાચાલી થયેલ હોય, જે બાબતનો ખાર રાખી, સાંજના સમયે ફરિયાદી અને તેના માતા ગામમાં ઊભા હોય તે સમયે આરોપીઓએ હથિયારો ધારણ કરીને ફરિયાદીને વાસાના ભાગમાં આરોપી વિશાલ દ્વારા લોખંડનો પાઇપ મારેલ અને આરોપી મનજીભાઇએ લાકડાના ધોકા વડે ફરિયાદીને કેડના ભાગે માર મારેલ અને અન્‍ય આરોપીએ ફરિયાદીને ધારિયાથી મારવા જતાં ફરિયાદીના માતા વચ્‍ચે પડતાં ડાબા હાથમાં અંગુઠા અને આંગળી વચ્‍ચે ધારિયાથી ઇજા થયેલ અને જ્ઞાતિ પ્રત્‍યે હદધુત કરેલ, ગાળો આપી, નાસી જઇને ભારતીય દંડ સંહિતાની કલમ - ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસિટી એક્‍ટની કલમ - ૩(૨)(v), ૩(૧)(r) મુજબનો ગંભીર ગુન્‍હો આચર્યો હોવાની ફરિયાદ એરપોર્ટ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલ હોય. જેના અનુસંધાને આરોપીઓની એરપોર્ટ પોલીસે ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરેલ હોય.

આરોપી તરફે તેમના એકવોકેટ દ્વારા વિસ્‍તાર પૂર્વકની દલીલો કરેલ જેમાં જણાવેલ કે, ઇજા પામનાર હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થઈ ગયેલ છે તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને દલીલ કરતાં કોર્ટે દ્વારા તે દલીલો માન્‍ય રાખીને આરોપીઓને રેગ્‍યુલર જામીન ઉપર છોડવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપીઓ વતી રાજકોટના યુવા એડવોકેટ, કલ્‍પેશ એલ. સાકરીયા, રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, લલિત કે. તોલાણી, નિપુલ આર. કારીયા, પરેશ કુકાવા તથા જુનિયર આસિસ્‍ટન્‍ટ તરીકે મિલનભાઈ થોરિયામેર તથા કાનજીભાઇ શેખ રોકાયેલ હતા.

(5:21 pm IST)