Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ત્રંબા પાસે બોલેરોમાંથી ૨૦ હજારના દેશી દારૂના જથ્‍થા સાથે રાહુલ દવેરાને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

આંબેડકરનગરના હિતેષ વાઘેલા અને સાલખડાના વિક્રમની શોધખોળ

રાજકોટ તા. ૫ : ભાવનગર રોડ પર ત્રંબા પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બોલેરો પીકઅપમાંથી રૂા. ૨૦ હજારની કિંમતના દેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ત્રંબા પાસે એક શખસ બોલેરોમાં દારૂનો જથ્‍થો લઇને નીકળવાનો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, કોન્‍સ. વિજયભાઇ મેતા અને કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા ત્રંબા પાસેથી પસાર થતી જીજે૩બીવાય-૧૫૮૮ નંબરની બોલેરો પીકઅપને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૧૯,૫૦૦ની કિંમતનો દેશી દારૂનો જથ્‍થો મળી આવતા જીપમાં બેઠેલા રાહુલ રમેશભાઇ દવેરા (ઉ.૨૪) (રહે. આંબેડકરનગર શેરી નં. ૯, એસ.ટી. વર્કશોપ પાછળ)ને પકડી લીધો હતો અને દેશી દારૂ, બોલેરો સહિત ૪,૨૩,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આંબેડકરનગર શેરી નં. ૧૦ના હિતેષ હસમુખભાઇ ઉર્ફે હસુભાઇ વાઘેલા અને ચોટીલાના સાલખડા ગામના વિક્રમ ગણોદીયાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, હેડ કોન્‍સ. રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, મયુરભાઇ મિયાત્રા, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા અને શૈલેષભાઇ નેચડા દ્વારા કરવામાં આવી હતી.

(4:15 pm IST)