Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

પરસાણાનગરના હાર્દિકે આર્થિક ભીંસને લીધ ઝેરી દવા પી લીધી

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર પરસાણાનગર-૪માં રહેતાં હાર્દિક નરેશભાઇ રાઠોડ (ઉ.૨૧) નામના યુવાને રાતે ઉધઇ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. હાર્દિક બે ભાઇ અને એક બહેનમાં બીજો છે અને તેણે લવમેરેજ કર્યા છે. પોતે પેસ્‍ટ કન્‍ટ્રોલનું કામ કરે છે. હાલમાં આર્થિક સંકડામણ રહેતી હોઇ તેના કારણે કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું જણાવાયું હતું.

(4:11 pm IST)