Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વિભાણી જાડેજા પરિવાર દ્વારા કાલે બેડી ગામે શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ

રાજકોટઃ ઠા. સાહેબશ્રી બાંભણીયાજી ડાડાની ડેરી (રણડેરી) ગામ બેડી, રાજકોટ મોરબી હાઇવે, નકલંક વીડી, રાજકોટ ખાતે વિભાણી જાડેજા પરિવાર દ્વારા આવતી કાલે તા.ં૬ના મંગળવારે શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે.

કાલે મંગળવારે સવારે સર્વે વિરમહાપુરુષ પૂજન, કામધેનુ પૂજન, યજ્ઞકુંડ પૂજન, અગ્નિદેવ સ્થાપન, નવગ્રહ શાંતિ, પ્રધાન યજ્ઞ, બાદ સાંજે ૩: ૪૫ વાગે બીડુ હોમવામાં આવશે. યજ્ઞના આચાર્ય પદે ડોલરરાય ત્રિવેદી બીરાજશે. સમસ્ત વિભાણી જાડેજા પરિવાર દ્વારા નિમંત્રણ અપાયુ છે. વધુ વિગત માટે મો. ૮૮૪૯૦ ૫૦૬૬૭/ ૯૩૨૮૪૪૯૨૮૭ ઉપર સંપર્ક કરવો.

(3:54 pm IST)