Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મનપાની પ્રોજેકટ શાખા દ્વારા તાલીમ યોજાઇ મોટીવેશનલ

રાજકોટઃ મહાનગરપાલિકા અને દતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડ શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારના ઉપક્રમે ડીએવાય–એનયુએલએમ પંડિત દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગત પ્રોજેકટ શાખા તથા એનયુએલએમ યોજનાના કર્મચારીઓ માટે તા.૨૯ના રોજ હરીસિંહજી ગોહિલ વિભાગીય કચેરી વેસ્ટઝોન ઓફીસ રાજકોટ મહાનગરપાલિકા ખાતે મોટીવેશનલ ટ્રેનીંગ દરમ્યાન કઠીન પરિસ્થિતિમાં પણ સંસ્થાના હિતને ધ્યાને રાખી શહેરીજનો માટે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા ખુબ જ સરળ શૈલીમાં પ્રેરક તાલીમ આપી હતી. આ તકે દંતોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષા અને વિકાસ બોર્ડના  રીજીયોનલ ડાયરેકટર પી.એસ.બેનરજી દ્વારા તમામ કાર્યક્ષેત્રની સેવાઓ થકી શહેરી ગરીબો, ફેરિયાઓ તથા અન્ય લાભાર્થીઓને સંતોષ મળે તે પ્રકારની કામગીરી કરી આગવી ઓળખ બને એ પ્રકારની કામમાં નિપુણતા કેળવવા જણાવેલ હતું. સમગ્ર તાલીમ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેકટ શાખાના પ્રોજેકટ ઓફીસર કાશ્મીરાબેન ડી.વાઢેરના માર્ગદર્શનમાં પ્રોજેકટ શાખાના સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર, એનયુએલએમ મેનેજરોએ જહેમત ઉઠાવી હતી.

(5:21 pm IST)