Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચાલુ મતદાને જે evm-વીવીપેટ સહિતના મશીનો બગડયા હશે તેમાં થયેલ મતદાનની પણ ગણતરી થશે

આવતીકાલે મતગણતરી અંગે ખાસ વીસી :કુલ ૮ બેઠકના ૭૦૬૩ જેટલા પોસ્ટલ બેલેટની પ્રથમ ગણતરી થશે :વિધાનસભા દીઠ ૫-૫ વીવીપેટની ચીઠ્ઠીઓનું ચેકીંગ : રાજકોટની ૮ બેઠકમાં ૪૪ મશીનો બગડયા હતા

રાજકોટ તા. ૬ : આજે ૯૩ બેઠકનું મતદાન ઉત્તર - મધ્ય ગુજરાતમાં થઇ રહ્યું છે, દરમિયાન ચૂંટણી પંચે એક આદેશ બહાર પાડી ચાલુ મતદાને જે ઇવીએમ - વીવીપેટ - બીયુ - સીયુ સહિતના મશીનો બગડયા હશે, અને તેમાં મતદાન થયું હશે, તો તેની પણ પોસ્ટલ બેલેટ સાથે મત ગણતરી કરવી પડશે. તેમજ વિધાનસભા બેઠક દીઠ ૫-૫ વીવીપેટની ચીઠ્ઠીઓનું પણ થયેલ - પડેલ મત સાથે ચેકીંગ કરવા આદેશો કર્યા છે.

રાજકોટ શહેર-જિલ્લાની કુલ ૪ બેઠકમાં ૪૪ મશીનો બગડતા તે ચાલુ મતદાને બદલવા પડયા હતા. રાજકોટ શહેર - જિલ્લામાં ૭૨૮ સીનીયર સીટીઝન, ૧૪૪-દિવ્યાંગ તથા સર્વિસમાં હોય તેવા, પોલીંગમાં રહેલ સ્ટાફ અને પોલીસ સ્ટાફ આ બધા થઇને ૬૧૯૧નું પોસ્ટલ બેલેટથી મતદાન થયું છે, કુલ ૮ બેઠકમાં ૭૦૬૩ જેટલા પોસ્ટલ બેલેટની પહેલા ગણતરી થશે

(3:43 pm IST)