Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટ હવે યાદગાર ગીતોની મહેફીલ માટેનું 'હબ' બની રહ્યું છેઃ ૧૧મીએ સંજીવની જમાવટ કરશે

અન્વેષા, સારિકા સીંઘ, સુદેશ ભોંસલે... તાલ-તરંગ કલબ કંઈક નોખું અનોખું પીરસી રહી છે : તાલ-તરંગ કલબનું સભ્યપદ મેળવી મનપસંદ બેઠક મેળવી લ્યોઃ હવે ગણત્રીના દિવસો બાકી છે

રાજકોટઃ આપણે બધાજ જાણીએ છીએ તેમ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સંજીવનીનો જન્મ થયો હતો અને ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં પ્રથમ પ્રતિભા શો 'સા રે ગા મા' ની તે વિજેતા રહી છે. આમ તો સંજીવનીએ વીસથી પણ વધુ ફિલ્મોમાં ગીતો ગાયા છે પરંતુ તે માને છે કે ગાયકની સફળતા માત્ર ફિલ્મોમાં ગવાયેલાં ગીતો સાથે ન જોડાય જરૃરી છે. જો આવું જોવામાં આવે તો તે તેના માટે મીડિયાને જવાબદાર ગણે છે. તેણી કહે છે કે, મીડિયાએ સિનેમા કરતાં ફિલ્મી ગાયકીને વધુ મહત્વ આપ્યું છે. જયારે બહારના સંગીત પ્રત્યે ઉપેક્ષાની ભાવના રાખી છે. એક સમય હતો જયારે ફિલ્મોમાં ગાવાનું એક અલગ સ્તર હતું પણ હવે એવું નથી. જોકે કેટલાક વધુ સારા કામ પણ થઈ રહ્યા છે. પણ આજકાલ ફિલ્મી સંગીતમાં 'લુંગી ડાન્સ', 'ગંદી બાત' અને 'બદતમીઝ દિલ' જેવા ગીતો સંગીતનો મુખ્ય ચહેરો બની રહ્યા છે. એવામાં બિન ફિલ્મી ગાયનને વાસ્તવિક સંગીત તરીકે ગણવું જોઈએ.

સંજીવનીને નાનપણથી જ ગાવાનો શોખ હતો પણ તે વિદ્વાનોના કુટુંબમાંથી આવે છે તેથી કુટુંબની અસર તેને પણ થઈ. તેથી જ તેણે સંગીતમાં સંગીત વિશારદ સાથે એમ.કોમ કરતા કરતા માસ કોમ્યુનિકેશનમાં પણ ડિગ્રી મેળવી છે. સંજીવની ભેલાંદેના પિતા સંસ્કૃતના પ્રોફેસર હોવા સાથે મહારાષ્ટ્ર સરકારમાં શિક્ષણ ડિરેકટર અને માતા અંગ્રેજીના પ્રોફેસર રહી ચૂકયા છે. સંજીવનીની બહેન પણ પ્રોફેસર છે જયારે સંજીવનીને માત્ર સંગીતમાં જ રસ છે. તેણીએ લખનૌની ભાતખંડે સંગીત વિદ્યાપીઠમાંથી સંગીત વિશારદ કર્યું છે. એટલુંજ નહીં ઓડિસી અને કથ્થક શાસ્ત્રીય-નૃત્ય સ્વરૃપોની તાલીમ પણ તેણીએ લીધી છે.

સંજીવની તેના પ્રશિક્ષિત ગાયનને કારણે તુરતજ નજરે પડી અને ટૂંક સમયમાં તેને ટેલેન્ટ શો સારેગામામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું. આવી પ્રતિભાવંત કલાકાર રંગીલા રાજકોટની ૧૧ ડિસેમ્બરની રાત સૂરોથી શોભાવશે. આવી કલાકારને માણવાની તક ખરેખર ચૂકવા જેવી નથી જ. તેમના કંઠે લાજવાબ સદાબહાર યાદગાર ગીતોને માણવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. આ માટેનું સમગ્ર આયોજન રાજકોટ ખાતે બોલીવુડ ઇવેન્ટસ અને 'તાલ તરંગ' કલબના પ્રણેતા ભારતીબેન નાયક સંભાળી રહ્યા છે. આ કાર્યક્રમનો લાભ મેળવી શકાય છે. આ સંસ્થામાં એક એક થી ચઢિયાતા બોલીવુડના ખ્યાતનામ ગાયકોના કાર્યક્રમો એક વર્ષમાં ૬ અપાશે પણ સભ્ય બનશે તેમને ૬ ઉપરાંત વધુ ૧ એટલેકે કુલ ૭ કાર્યક્રમ માણવા મળશે. સભ્યપદ કપલ અથવા ગ્રૂપમાં પણ લઇ શકાય છે. 'તાલ તરંગ' માં જોડાવા બોલીવુડ ઇવેન્ટ્સના ભારતીબેન નાયક (૯૮૯૨૬ ૨૫૭૬૮) નો સંપર્ક કરી શકાય છે.

તમામ પ્રકારના મ્યુઝિકલ શો- ઈવેન્ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્ટ્સ આયોજન માટે જરૃરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોન્ગસ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્યા, ઇન્ડીયન કલાસીકલ સોંગ્સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(1:52 pm IST)