Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટમાં યોગા ટીચર સાથે વિકૃતિ આચરનાર શખ્સ કૌશલ પીપળીયા પકડાયો: કુસ્તીમાં ગોલ્ડ મેડાલીસ્ટ 

વહેલી સવારે ચાલીને જતી છોકરીઓ તથા મહીલાઓને ચાલુ ગાડીએ બેઠકના ભાગે થાપલી મારી ગાડી લઇ ભાગી જવાની આદત 

રાજકોટ: અક્ષરમાર્ગ પર યોગા ટીચરની છેડતી કરનાર પકડાયો છે. કુસ્તીમાં ગોલ્ડ મેડાલીસ્ટ કૌશલ રમેશભાઇ પીપળિયા (ઉ.24) રહે. દેવપરાને માલવીયાનગર પીઆઇ આઈ.એન. સાવલિયા, પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, મસરિભાઈ સહિતની ટીમે પકડ્યો: ૧૦૦ જેટલી મહિલાઓ સાથે વિકૃતવેડા કર્યાનું કબુલ્યું છે.

આરોપીનું નામ કૌશલ રમેશભાઇ મોહનભાઇ પીપળીયા લેઉવા પટેલ (ઉ.વ.૨૪ ધંધો.વેપાર રહે.દેવપરા શેરી નં.૦૨ વિવેકાનંદ સોસાયટી શેરી નં.૦૨ વિસાખા ગોલ્ડ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ રાજકોટ મુળ રહે.ખોડાપીપર ગામ તા.પડધરી) છે.

આ શખ્સએ અભ્યાસ ૧ થી ૩ સુરત ગાયત્રી સ્કુલ ત્યાર બાદ ૪ થી ૭ જુનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળ માં ત્યાર બાદ ૮ થી ૧૦ અમદાવાદ સ્વામીનારાયણ ગુરૂકુળ ત્યાર બાદ ૧૧ અને ૧૨ શેઠ હાઇસ્કુલ ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે કર્યો છે. હાલ એફ.વાય.બી કોમ જે.જે.કુડલીયા કોલેજ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે.

તે ફ્રી સ્ટાઇલ કુસ્તી રમેં છે અને આ કુસ્તીમાં રાજય કક્ષાએ સુરત ખાતે ગોલ્ડ મેડલ પણ મળેલ છે. તે પરીણીત છે. કુલ બે ભાઇઓ મોટો છે.એક ભાઇ કરણભાઇ ઉ.વ.૨૭ હાલ કેનેડા ખાતે ત્રણ વર્ષથી છે અને તેના પિતા રમેશભાઇ મોહનભાઇ પીપળીયા ઉ.વ.૫૩ વાળા જે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે “શ્રી હરી" એન્ટર પ્રાઇઝ થી ચલાવે છે.

તે રાજકોટ શહેરમાં અમીન માર્ગ તથા કોટેચા ચોક વિસ્તાર તથા યુનિવર્સીટી રોડ તથા રાજકોટના પોશ વિસ્તારમાં વહેલી સવારમાં નિકળતી મહીલા તથા છોકરીઓ સામે બીભીત્સ ચેન ચાળા કરતો હતો. આ રીતે  રાજકોટ શહેરમાં ૬૦ થી ૭૦ જગ્યાએ એવું કરેલ છે, અને વહેલી સવારે ચાલીને જતી છોકરીઓ તથા મહીલાઓને ચાલુ ગાડીએ બેઠકના ભાગે થાપલી મારી ગાડી લઇ ભાગી જવાની આદત પણ ધરાવે છે. આવુ છેલ્લા બે વર્ષ દરમ્યાન અવાર નવાર અલગ અલગ જગ્યાએ કરતો હોવાનું કબૂલે છે.

ગુન્હાહીત ઇતીહાસ: (૧) રાજકોટ શહેર એ ડીવીઝન પો.સ્ટે પાર્ટે એ ગુ.ર.ન ૧૧૨૦૮૦૫૦૨૧૪૪૪૨/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ (૨) રાજકોટ શહેર આજીડેમ પો.સ્ટે પાર્ટે એ ગુ.ર.ન ૧૧૨૦૮૦૦૨૨૧૧૩૬૦૪/૨૦૨૧ આર્મ્સ એકટ 

આ કામગીરી પીઆઇ આઈ એન સાવલિયા, પીએસઆઇ એમ.એસ. મહેશ્વરી, મસરિભાઈ ભેટારિયા, ભાવેશભાઈ, અજયભાઈ, અંકિતભાઈ સહીતની ટીમે આ કામગીરી પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ, સયુંકત પોલીસ કમિશનર સૌરભ તોલંબિયા, ડીસીપીશ્રી સુધીરકુમાર દેસાઈ, એસીપીશ્રી બી.જે.ચૌધરીની રાહબરીમાં કરી હતી.

(1:42 pm IST)