Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રૂા. ૪ લાખના ચેકરિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા હુકમ

રાજકોટ,તા. ૩ : ચેક રીટર્નનાં કેસમાં જીજ્ઞેશભાઇ ભરતભાઇ શાહ નામની વ્‍યકિતને ચેકની રકમનું વળતર ફરીયાદીને ચુકવવું તથા. ૧ વર્ષની સજા કોર્ટ ફરમાવી હતી.

ફરીયાદી-પ્રશાંતસિંહ ભૂપતસિંહ વાઘેલાએ તહોમતદાર-જીજ્ઞેશ ભરતભાઇ શાહને મિત્રતાને સંબંધે ધંધાનાં વિકાસ અર્થે રૂા. ૪,૦૦,૦૦૦ પુરાની માંગણી કરેલ હતી. અને ફરીયાદીએ તહોમતદારને ધંધાના વિકાસ અર્થે રૂા ૪,૦૦,૦૦૦ પુરા રોકાડ હાથ ઉછીના આપેલ છે. અને આરોપીએ રકમ ચુકવવા ફરીયાદીને યુનિયન બેંક ઓફ ઇન્‍ડિયા, મુંબ સ્‍થિત બેંકનો રકમ રૂા. ૪,૦૦,૦૦૦ પુરાનો ચેક આપેલ. સદરહું. ચેક ફરીયાદીને ઇન્‍ડીયન ઓવરસીઝ બેંક, રાજકોટ ખાતામાં ચેક જમા કરાવતાં સ્‍ટોપ પેમેન્‍ટના શેરા સાથે વગર સ્‍વીકારાયે ચેક પરત ફરેલ છે. જેથી ચેક રીટર્નની નોટીસ આપેલ હતી. જે નોટીસ તહોમતદારને બજી ગયેલ છે. અને આરોપી નોટીસ પીરીયડમાં કે ફરિયાદ દાખલ કરતા સુધીમાં રૂા. ૪,૦૦,૦૦૦ પુરાની રકમ ફરિયાદીને નહીં ચુકવતા, ફરીયાદીએ રાજકોટ કોર્ટમાં ચેક રીટર્નની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.

આ કામે કોર્ટએ રેકર્ડ ઉપરના દસ્‍તાવેજો તથા ફરિયાદની વિગતો વિગેરે ધ્‍યાને લઇ તે બાબતે ફરીયાદી તરર્ફે વેધક દલીલો તથા એપેક્ષ કોર્ટના જજમેન્‍ટો-ઓથોરીટી વિગેરે રજુ કરેલ અને આરોપી સામેના આક્ષેપો તથા તેની સામે થયેલ નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ -૧૩૮ અન્‍વયેનો પુરવાર માની આરોપીને કોર્ટે ૧ વર્ષની સજા તથા ફરીયાદીને ચેકની રકમ -૬૦ દિવસમાં તહોમતદારે વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી-પ્રશાંતસિંહ ભુપતસિંહ વાઘેલા વતી એડવોકેટ દરજ્જે રાજેશ એમ.ફળદુ તથા ચિંતન વી.સોજીત્રા તથા ધવલ બી.ગઢીયા તથા રોબિનભાઇ તંતી રોકાયેલ હતા.

(10:18 am IST)