Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજકોટમાં ભાજપનો ગઢ તોડીશું: કોંગ્રેસ

પત્રકાર પરિષદઃ ભાજપથી મતદારો - કાર્યકરો નારાજ, નેતાઓમાં તીવ્ર મતભેદઃ કોંગ્રેસ સંપીને લડી અને ભવિષ્‍યમાં પણ કોંગી નેતા ટીમ બનાવીને ભાજપને ઉઘાડો પાડશેઃ કોંગ્રેસ

રાજકોટ તા. ૩ : પ્રેસ કોન્‍ફરન્‍સ માં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી એ સૌ કોંગ્રેસ પરિવાર મતદારો નું અને મતદાન ની પ્રક્રિયા મા સંકળાયેલા તમામ અધિકારીઓ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને તમામ પ્રેસ મીડિયા ના જાગળત પત્રકારો અને ટીમ નો આભાર માન્‍યો હતો વિશેષમાં જણાવ્‍યું હતું કે સૌ નો સહયોગ અને ઉત્‍સાહ વિશેષ રહ્યો  એટલું જ નહીં કોંગ્રેસને પણ સાંપડયો  એ બદલ પુનઃ સર્વેને આભાર માન્‍યો હતો. તેમણે કહ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે  હવે સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજુથ થઈ આવનાર દરેક ચૂંટણીઓમાં પ્રજાનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરશે તેવું પ્રદીપભાઈ ત્રિવેદી એ જણાવ્‍યું હતું.

ઇન્‍દ્રનીલ રાજગુરુ પુર્વ ધારાસભ્‍ય અને ઉમેદવાર વિધાનસભા ૬૮-રાજકોટ પૂર્વ બેઠક તેઓએ જણાવ્‍યું હતુ કે કોંગ્રેસ એક અને ભાજપ વેરવિખેર આ સ્‍થિતી આખા રાજકોટ ના લોકો સહિત આપે સૌ એ નીહાળી અનેક જૂથમાં બટાયેલું ભાજપ અને નેતાગીરી વગરનું કહીએ તો એવું ભાજપ એમાં જે મતદાન ઓછું થયું લોકોએ એમની નારાજગી દેખાડી એમ ભાજપના કાર્યકર ને પણ બધી અસર થતી હતી અને અવસ્‍થા હતી ત્‍યારે ભાજપનો કાર્યકર પણ ચૂંટણી દરમિયાન ખૂબ નિષ્‍ક્રિય રહ્યા મહેનત એની અને જ્‍યારે કોઈ કાર્યકર મહેનત કરતો હોય છાસ વલોણે ચડાવે માખણ ઉતરે તો એ માખણ કાર્યકરો સુધી પહોંચે તો એનો વાંધો ન હોય પણ ભાજપના એજન્‍ડામાં એ માખણ ઉતરે ઇ માખણ ગણ્‍યા ગાંઠયા લોકો માટે જ રહે ભ્રષ્ટાચાર ની ગંગાઓ વહે છે રાજકોટ ની પ્રજા ને અમો વચન આપીએ છીએ કે કયાંક ને કયાંક અમે એકજુથ નથી એવી આપ લોકોની લાગણી પરંતુ, અમારા મતભેદ હતા મનભેદ નહોતા અમારું જે કાંઈ હોય એ લોકો સમક્ષ હોય અમે એક હોય તો પણ લોકો સમક્ષ હોય અને થોડા વાંધા હોય તો પણ લોકો સમક્ષ હોય અને અમારા મતભેદ પણ લોકો સુધી પહોંચે પરંતુ ભાજપના લોકોમાં મનભેદ પણ છે અને મતભેદ પણ છે કેમકે ત્‍યાં લાભલાભમાં કોનો વારો આવે એની જ હરીફાઈ હોય છે ત્‍યારે અમારો વૈચારિક ભેદ પણ મૂકીને અમો એકજુટ થઈ અને લોકોના દિલ જીતીશું ન કેવળ દિલ જીતશું પણ રાજકોટ કોર્પોરેશનની અવ્‍યવસ્‍થાઓ ને ઓવરકમ કરવા માટે એકજુટ થઈ કોર્પોરેશનમાં ખૂબ સરસ મજાની ટિમ બનાવશું કે જે ટિમ લોકોનું ખરા અર્થમાં કામ કરે ભ્રષ્ટાચાર ન કરે એવી રીતે અમો આવતા દિવસો માં ભાજપ સામે લડતા દેખાશું.  ભાજપનો ગઢ છે અમો તોડવાના છીએ જ્‍યાં સુધી પૂરેપૂરો ન તૂટે ત્‍યાં સુધી મહેનત કરવાના છીએ એટલી જ વાત કરવા પ્રજાસમક્ષ અમો ચૂંટણી પત્‍યા પછી અને મતગણતરી પહેલા લોકોને જણાવવા માંગીએ છીએ

 હિતેશભાઈ વોરા.. એ જણાવ્‍યું હતું કે જૂનું એ સોનુ આખા રાજકોટ ના મતદારભાઈ ઓ એ સ્‍વીકાર્યું કે જે કાંઈ આ દેશનું ઉત્‍થાન કર્યું એ કોંગ્રેસે કર્યું ત્‍યારે આ વખતે૨૦૨૨ ની ચૂંટણી માં જે અશકય હતું એ અમોએ શકય કર્યું ત્‍યારેએક પ્રસંગ યાદ કરતા જણાવ્‍યું હતું કે કુટુંબ ભાવનાનો જ્‍યારે કોંગ્રેસ પરિવાર એક છે ત્‍યારે મહાભારત ના યુદ્ધ ની અંદર પાંચ ગામ પણ નહોતા આપ્‍યા ત્‍યારે દુર્યોધન મરણ પથારી એ હતા ત્‍યારે એના દીકરા નો હાથ યુધિષ્ઠિરના હાથમાં આપ્‍યો હતો ત્‍યારે આવી ભાવના થી અમારા કોંગ્રેસ પરિવારે સમગ્ર રાજકોટ માં એકજુટ થઈ ને લડ્‍યા હતા ત્‍યારે વિશેસમાં આપ બધા અને મતદારભાઈઓ બહેનો નો અમો કોંગ્રેસ પરિવાર વતી આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

આ પ્રેસ કોન્‍ફરન્‍સ માં રાજકોટ શહેર કોંગ્રેસ પરિવાર ના પ્રદિપ ત્રિવેદી, ઈન્‍દ્રનિલ રાજગુરુ, હિતેશભાઈ વોરા, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, ગાયત્રીબા વાઘેલા, ગોપાલ અનડકટ,  પ્રેસ કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:25 pm IST)