Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

કૌશિક સિંધવ નાટ્ય ફળિયાનો પાંચમો તાલીમાર્થી સંકેત મહેતા નાટ્ય ડિગ્રી કોર્ષ માટે સફળ

રાજકોટ : અત્રેના નાટ્ય તાલીમ આપતા કૌશિક સિંધવ નાટ્ય ફળિયાનો તાલીમાર્થી સંકેત મહેતા બરોડાની સંયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ડ્રામેટિકસ ડીગ્રી કોર્ષ માટેના ઓડીશનમાં સફળ થયો છે. કૌશિક સિંધવ પોતાના નાટ્ય ફળિયે  યુવાનોને નિઃશુલ્ક અભિનય અને નાટકની તાલીમ આપી નાટકો વિ.ની રજુઆત પણ કરે છે. આ ડીગ્રી કોર્ષ માટે સફળ સંકેતે ફળિયે બે વર્ષ તાલીમ લઇ આ સફળતા મેળવી છે. આવી સફળતા મેળવનાર તે નાટ્ય ફળિયાનો પાંચમો વિદ્યાર્થી છે.  પ્રવર્તમાન સંજોગોએ તે ઓનલાઇન આ તાલીમ લઇ રહ્યો છે. આ ખુશી પ્રસંગે નાટ્ય ફળિયાના સૌએ તેને વધામણી આપી હતી. સંકેતે આભાર માની પ્રખ્યાત કવિ રામધારીસિંહ દિનકરના મહાભારત આધારી દીર્ધ કાવ્યને સુંદર સ્વ અભિયાનથી રજુ કરી હતી. જ્યારે ગુરૂ કૌશિક સિંધવે નાટ્ય તથા ફિલ્મ વિષયની વાતો તથા સૂરીલા ગીતો-સંવાદોની પેશગીથી સૌ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. વધુ વિગત માટે મો. ૭૩૫૯૩ ૨૬૦૫૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:31 pm IST)