Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

જીવનગરમાં યોગ કલાસનો પ્રારંભ

ગુજરાત સરકારના રાજય યોગ બોર્ડના સહયોગથી ભારત જન વિજ્ઞાન જાથા તથા જીવનનગર વિકાસ સમિતિ ઉપક્રમે રહીશો અને જનસમાજ માટે નિઃશુલ્ક ત્રીજા યોગ કલાસનો પ્રારંભ જીવનનગર શેરી નં. ૪, મહાદેવ ધામમાં કરવામાં આવ્યો છે. યોગ કરવાથી થતા ફાયદાઓની છણાવટ કરવામાં આવી હતી. ત્રીજા વર્ગ યોગનું ઉદઘાટન સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાના હસ્તે કરાયુ હતું. યોગ તજજ્ઞ દ્રષ્ટિ વખારીયા બહેનોને તાલીમ આપી રહ્યા છે.

(3:30 pm IST)