Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

રાજકોટની સેન્સીસ હોસ્પીટલમાં કોવીડ-૧૯નું માર્ગદર્શન ભંગ...પગલા લેવા કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૪ :. રાજકોટ જિલ્લાના વિંછીયામા રહેતા ભૂપતભાઈ કેરાળીયાએ રાજકોટથી સરદારનગર મેઈન રોડ ઉપર આવેલ સેન્સીસ હોસ્પીટલમાં કોવીડ-૧૯નુ માર્ગદર્શન ભંગ તેમજ અન્ય મુદ્દે પોલીસ કમિશ્નર અને રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને રજૂઆત કરી છે.

ભૂપતભાઈ કેરાળીયાએ રજૂઆતમાં જણાવ્યુ છે કે તા. ૬-૧૧-૨૦૨૦ના કેરાળીયા શારદાબેન ભૂપતભાઈ થાઈરોડ ગ્રંથીના માટે ડો. ભરત કાકડીયાએ સૂચન કરવામાં આવેલ. બહારની લેબોરેટરીમાંથી થાઈરોડ ગ્રંથીના રીપોર્ટ માટે સેમ્પલ લેવા આવેલ વ્યકિતએ હાથ સેનેટાઈઝ કર્યા વગર જ કેરાળીયા શારદાબેન ભૂપતભાઈના બ્લડ સેમ્પલ લીધેલ. હાથમાં મોજાનો ઉપયોગ પણ કરેલ નથી. કોવીડ-૧૯ માર્ગદર્શનનુ પાલન પણ કરવામાં આવેલ નથી. માસ્ક પણ પહેર્યુ ન હતુ જો આ કોઈ દર્દીને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવે તો જવાબદારી કોની ? સેન્સીસ હોસ્પીટલ રાજકોટ દ્વારા બહારની લેબોરેટરીમાંથી બ્લડ સેમ્પલના ૮૫૦ રૂ. વસુલ કરવામાં આવે છે. પહોંચ પણ આપવામાં આવતી નથી. ડો. ભરત કાકડીયા સામે પગલા ભરવા તેમજ ૧૦ ફૂટનો તંબુ બનાવ્યો છે. હોસ્પીટલનું બિલ્ડીંગનો હેતુફરે કરેલ છે કે કેમ ? સહિતની બાબતો તપાસની માંગ કરી છે.

(3:27 pm IST)