Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૧ ટીમે વાહન ચોરીનો ગુનો ઉકેલ્યોઃ દિપક પકડાયો

નેપાળી શખ્સ નવ મહિનાથી નંબર પ્લેટ કાઢી વાહન ફેરવતો હતોઃ હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી, મનિષભાઇ બાતમી

રાજકોટ તા. ૫: શહેર ડીસીપીની એલસીબી ઝોન-૨ ટીમે વધુ એક વાહન ચોરીનો ભેદ ઉકેલી દિપક ઉર્ફ ડેવિડ હિરેન્દ્રભાઇ જોષી (નેપાળી) (ઉ.૨૮-રહે. ગોપાલ ચોક નટરાજનગર આવાસ કવાર્ટર પાસે વિક્રમભાઇની ઓરડીમાં)ને બીગ બાઝાર પાસેના ગાર્ડન નજીકથી ચોરાઉ બાઇક સાથે પકડી લીધો છે.
આ શખ્સે તાલુકા પોલીસની હદમાંથી આ વાહનની ચોરી કરી હતી. હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, કોન્સ. જેન્તીગીરી ગોસ્વામી અને મનિષભાઇ સોઢીયાની બાતમી પરથીડીસીપી સુધીરકુમાર દેસાઇની રાહબરીમાં હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, મોૈલિકભાઇ, રાહુલભાઇ, અમિનભાઇ, ધર્મરાજસિંહ, જયપાલસિંહ સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલો શખ્સ નવ મહિનાથી આ ચોરાઉ વાહન નંબર પ્લેટ કાઢીને ફેરવતો હતો.

 

(4:39 pm IST)