Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જૈન વિઝન રાસોત્સવમાં આજે બ્યુટી કવીન સયાલી ભગત ખેલૈયાઓ સાથે ગરબા રમશે

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં આજે મેગા ફાઈનલ કોન્ટેસ્ટમાં જાણીતી અભિનેત્રી અને બ્યુટી કવીન સયાલી ભગત ઉપસ્થિત રહેશે. ગઈકાલે રાસોત્સવમાં કલેકટર અરૂણ મહેશબાબુ, મહાપાલિકાના નાયબ કમિશનર એ.આર.સિંગ અને આશિષકુમાર, મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ.ત્રિવેદી, કશ્યપભાઈ શુકલ જી.ટી.પી.એલ.ગ્રુપના વિરેન્દ્રસિંહ ઝાલા, કોર્પોરેટર મનીષ રાડિયા, એડવોકેટ અનિલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, વિભાસભાઈ શેઠ, પીયુશભાઇ મહેતા, અનિશભાઇ વાધર, મયુરભાઈ શાહ,  ઇન્દુભાઇ બદાણી, રશ્મિનભાઈ મોદી, સુમતિનાથ જીનાલયનાં ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ કોઠારી, ઉમેશભાઈ શેઠ, બિલ્ડર દીપકભાઈ કોઠારી, એરપોર્ટ સમસ્ત જૈન સંઘના ટ્રસ્ટીઓ, ડો.પ્રતિકભાઈ દોશી, અનિરુદ્ધભાઇ નકુમ, ડોલીબેન નકુમ, વિમલભાઈ ચાવડા, મણિયાર દેરાસરનાં જીતુભાઈ મારવા, અરૂણભાઈ દોશી, કિરીટભાઈ શેઠ, જૈન તપગચ્છ સંઘનાં જીતુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ, કેતનભાઈ વોરા, મહાસુખભાઈ રામાણી, જયેશભાઈ દોશી, બોબીભાઈ દેસાઈ, નિરાલીબેન પારેખ, જીરાવલ્લા પાશ્વનાથ જૈન સંઘના ટ્રસ્ટીઓ, સોનમ કલોકનાં જયેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, હર્ષાબેન શાહ, ગીરીશભાઈ શાહ, રીટાબેન શાહ, પારસધામ જૈન દેરાસરનાં મહેશભાઈ મણિયાર, અર્હમગ્રુપના તુષાર મહેતા, અશ્વિનભાઈ કોઠારી, વીતરાગ જૈન સંઘના ભરતભાઈ દોશી, ભાવનાબેન દોશી, હર્ષલ માંકડ, મયુર ચૌહાણ, ભાજપના ગોવિંદભાઈ કાનગડ, મનુભાઈ વઘાસીયા સહિતનાએ હાજરી આપી હતી.

 

(4:35 pm IST)