Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બાય બાય નવરાત્રી : સાંજે એરોસીટીનો રાસોત્‍સવ

વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટમાં સાંજે ખેલૈયાઓ ઝુમી ઉઠશે : પુનમ ગોંડલીયા અને શીતલબા રાજપૂત સહીતના કલાકારો જોમ ચડાવશે : લકકી ડ્રો થી ૫૦% રાહતથી પ્‍લોટ ખરીદવાની તક

રાજકોટ તા. ૫ : આજે વિજયા દશમીના દિવસે એરોસીટી દ્વારા વેલ્‍વેટ પાર્ટી પ્‍લોટ, સીનર્જી હોસ્‍પિટલ સામે, અયોધ્‍યા ચોક ખાતે ‘બાય બાય નવરાત્રી ૨૦૨૨'નું દમદાર આયોજન કરાયુ છે.

ગાયક પુનમ ગોંડલીયા, શીતલબા રાજપુત કર્ણપ્રિય ગીતો રજુ કરી ખેલૈયાઓને જોમ ચડાવશે. મુખ્‍ય ગેસ્‍ટ તરીકે અભિનેતા ડાયરેકટર જયક્રિષ્‍ન રાઠોડ ઉપસ્‍થિત રહેશે. તેમજ સન્નીપાજી દા ઢાબાવાળા સન્નીભાઇ તેમજ ઇન્‍સ્‍ટાગ્રામ કવીન આયુસી સોલંકી ગરબા રમી સૌને આનંદ કરાવશે.

આ રાસોત્‍સવસનું આકર્ષણ એ છે કે ભાગ્‍યશાળી પ્રિન્‍સ-પ્રિન્‍સેસ અને લકકી ડ્રોના વિજેતાઓને ૧૦૦ વારનો પ્‍લોટ ૫૦% ના રાહતભાવે ફાળવવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા અતુલભાઇ વાઘેલા (મો.૯૧૦૬૬ ૧૭૮૬૭), યોગેશભાઇ સોલંકી, સાગરભાઇ શ્રીમાળી, રજનીશભાઇ સારીખડા, મયુરભાઇ ચાવડા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:23 pm IST)