Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજકોટમાં બપોરે 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો

બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 3 ઇંચ, ઇસ્ટ અને વેસ્ટમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો: રસ્તાઓમાં નદીઓ વહી

રાજકોટમાં બપોરે  4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે અનરાધાર વરસાદને કારણે શહેરના રસ્તાઓમાં નદીઓ વહી હતી . સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું

  સત્તાવાર સૂત્રો અનુસાર આજે બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન સેન્ટ્રલ ઝોનમાં 3 ઇંચ, ઇસ્ટ અને વેસ્ટમાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે

(7:14 pm IST)