Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાષ્ટ્રીયસ્તરનો એજયુકેશન સીમ્પોઝીયમ

રાજકોટઃ લાઇફ બ્લડ સેન્ટર દ્વારા ત્પ્ખ્ રાજકોટ અને ત્લ્ગ્વ્ત્ ગુજરાત ચેપ્ટરના સંયોજનથી તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરના એક એજયુકેશન સિમ્પોઝિયમ એટલે કે શૈક્ષણિક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યુઁ હતુ. બહુ ઓછું સાંભળવામાં આવ્યું હોય તેવા આ નવા વિષય પેશન્ટ બ્લડ મેનેજમેન્ટ ઉપર જુદા જુદા પાંચ તજજ્ઞોએ વિચારો રજૂ કર્યા હતા. આઇએસબીટી સંસ્થાના પ્રમુખ ડી.એરીકા વૂડે ડિજીટલી બ્લડ ટ્રાન્સફયુશનની અત્યારે વપરાતી પધ્ધતિઓ અને એમાં શું ફેરફાર થવા જરૃરી છે તે અંગેની, ત્યારબાદ સીએમસી વેલ્લોરથી આવેલા ટ્રાન્સફયુશન મેડિસીન ડિપાર્ટમેન્ટના હેડ એવા ડો સુકેશ નાયરે એનિમિયા અને તેનાથી થતી તકલીફો, તેનું નિવારણ અને જરૃરી તપાસ એ  વિશેની સમજ આપી હતી. એઇમ્સ દિલ્હીના કાર્ડિયાક એનેસ્થેસિયોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.પૂનમ મલ્હોત્રાએ ઓપરેશન થિયેટરમાં થતાં રકતસ્ત્રાવ અને તેને અટકાવવાની પધ્ધતિ વિશેની સંક્ષિપ્ત જાણકારી આપી હતી.

આ સિમ્પોઝિયમના બીજા સત્રમાં હોસ્પિટલ અને બ્લડ બેન્કમાં શું કરી શકે છે તે વિશેની જાણકારી જોધપુર સ્થિત એઇમ્સનાં ટ્રાન્સફયુઝન મેડીસીન અને બ્લડ બેંક વિભાગનાં એડીશનલ પ્રોફેસર ડો. અર્ચના બાજપેયી, સીએમસી વેલ્લોર ખાતે એસોસીએટ પ્રોફેસર ફરજ બજાવતા ડો. ઋત્વી દવેએ સામાન્ય રીતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને તેના પરિણામ વિશે માહિતી આપી હતીઆ સિમ્પોઝિયમ અંગે લાઇફ બ્લડ સેન્ટરના મેડીકલ ડીરેકટર ડો. સંજીવ નંદાણીએ માહિતી આપી હતી. આ પરિસંવાદમાં લાઇફ બ્લડ સેન્ટર દ્વારા પ્રકાશિત ટ્રાન્સફયુઝન મેડિસિન પર એક હેન્ડબુકનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. વધુ માહિતી માટે લાઇફ બ્લડ સેન્ટર, ૨૪–વિજય પ્લોટ, માલવિયાનગર, જે.કે.હોન્ડા શોરૃમ પાસે, ગોંડલ રોડ પર અથવા ફોન નં.૦૨૮૧ ૨૨૩૪૨૪૨/ ૪૩ ઉપર સંપર્ક સાધવા પ્રોજેકટ 'લાઇફ'ના જોઇન્ટ એકઝિકયુટીવ ટ્રસ્ટી મિતલ કોટિચા શાહની યાદીમાં જણાવેલ છે.

(4:14 pm IST)