Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શ્રી પ્રગટ ટ્રસ્ટ દ્વારા સાડી, અનાજ કીટ વિતરણ

રાજકોટ : શ્રી પ્રગટ ચેરીટેબલ દ્વારા ગંગાસ્વરૃપ માતાઓને, નિઃશુલ્ક સાડી વિતરણ તથા જરૃરીયાત મંદ વિદ્યાર્થીઓને  ફુલસ્કેપ ચોપડા નિઃશુલ્ક વિતરણ તથા ગંગાસ્વરૃપ માતાઓને બે કિલો કાચી ખીચડી તથા બે કિલો ઘઉનો લોટ વિના મુલ્યે વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, યુવા ભાજપ શહેર પ્રમુખ કિશનભાઇ ટીલવા, યુવા ભાજપ શહેર મહામંત્રી કુલદીપસિહ જાડેજા, હેમાગભાઇ પીપળીયા, યુવા ભાજપ શહેર મંત્રી કરણભાઇ સોરઠીયા, વોર્ડ નં. ૧૪ ના મહામંત્રી વિપુલભાઇ માખેલા, નરેન્દ્રભાઇ કુબાવત, વોર્ડનં. ૧૪ ની યુવાભાજપની ટીમ તથા સોફટકોમ વાળા મહેશભાઇ તન્ના પરીવાર લાલકૃપા રોડવેજ વાળા ચંપકસિંહ જાડેજા, રામેશ્વર બેકરીવાળા દિપકભાઇ કરચલીયા, વિશ્ણુભાઇ રાવલ, દિલીપભાઇ દવે, દિલીપભાઇ જોષી વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. આ કાયમાં ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટ, કશ્યપભાઇ ભટ્ટ, જયમીલ પંડયા, પાર્થદવે, ચીંતન રાચ્છ, દેવાંગભટ્ટ, જયેશ માવાણી, પરેશ ગોહેલ, પ્રિયાંશ ગોહેલ, પવન શિશાંગીયા, ધર્મેશ રાઠોડ, બચુબાપા માખેલા, ધ્રુવિલ શીશાંગીયા, ધ્રુવિલ પરમાર, મીત માવાણી, વ્રજ અઢીયા વગેરે કાર્યકરોએ સેવા આપેલ.

(4:08 pm IST)