Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મિરામ્‍બિકા સંકુલ ખાતે વિદેશ જવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્‍પ

રાજકોટઃ રોજગાર કચેરી રાજકોટ અને શ્રી મિરામ્‍બિકા શૈક્ષણિક સંકુલના સંયુકત ઉપક્રમે સરકારની ‘અનુબંધમ' એપના માધ્‍યમથી વિદેશ અભ્‍યાસ માટે જતા વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે માર્ગદર્શન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં રોજગાર કચેરીના અલ્‍તાફભાઇ અને હાર્દિકભાઇ તેમજ મિરામ્‍બિકા ગ્રુપના મિતેશભાઇ ચાવડા તેમજ ટ્રસ્‍ટી અને સ્‍ટાફગણે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આગામી સમયમાં વિદેશ જવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓ માટે મેગા જોબનું આયોજન કરવામાં આવશે.

(3:53 pm IST)