Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ડાયેટ ફુડ કેવી રીતે બનાવવું... રવિવારે હેલ્‍ધી અને એનર્જી યુકત ભોજનની ટીપ્‍સ સાથે રેસીપી કોન્‍ટેસ્‍ટ

સલાડ સ્‍ટુડીયો દ્વારા ‘ ફેટ ટુ ફીટ' કાર્યક્રમ : જૂદી-જૂદી ગેમ્‍સ સાથે કવીઝનું પણ આયોજન

રાજકોટ : સ્‍વાદપ્રિય રાજકોટવાસીઓ માટે સ્‍વાદ અને સ્‍વાસ્‍થ્‍યના સંગમરૂપે સલાડ સ્‍ટુડિયો  દ્વારા હેલ્‍ધી અને એનર્જીયુકત ભોજનની ટિપ્‍સ સાથે  અને અન લીમીટેડ ડાયેટ લંચ લંચ બોકસ રેસીપી કોન્‍ટેસ્‍ટનું  આયોજન કરવામાં આવ્‍યુ છે.

આગેવાનોએ જણાવેલ કે અહીંના લોકો ખાવા પીવા હરવા ફરવાના શોખીન ગણાય છે. કાઠીયાવાડી થી લઇને કોન્‍ટીનેન્‍ટલ સુધીની વાનગીનો સ્‍વાદ રાજકોટ વાસીઓ માણે છે. આવા સ્‍વાદ પ્રિય લોકો ડાયેટ ફુડ માટે પણ એટલાજ ઉત્‍સાહી છે. ડાયેટ કોન્‍સિયસ લોકો ફીટ રહેવા માટે ડાયેટ ફુડ અપનાવે છે. છેલ્લા  થોડા સમયથી ડાયટ ફુડને લઇને લોકોમાં જાગૃતિ આવી છે. અને લોકો પોતાના સ્‍વાસ્‍થ્‍યને લઇને પણ સંભાળ રાખવા લાગ્‍યા છે.

ડાયેટ ફુડના કન્‍સેપ્‍ટને કંઇક અલગ રીતે રજૂ કર્યો છે સલાડ સ્‍ટુડિયોના દર્શનાબેન અનડકટે, તેઓ છેલ્લા ઘણા સમયથી લોકો માટે ડાયેટ લંચ બનાવી અને ઘરે બેઠા પહોંચાડે છે. સલાડ સ્‍ટુડિયોને બે વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે  ત્‍યારે લોકોને આવા ડાયેટ લંચનો એક અનુભવ કરાવવા તા.૧૦ જુલાઇના રવિવારે સવારે ૧૧ થી ૩ સુધી હેપી બેંકવેટ, કુવાડવા રોડ ખાતે ‘ફેટ ટુ ફીટ'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં બાળકોને લંચ બોકસમાં અપાતા નાસ્‍તાની પણ કોમ્‍પીટિશન રાખવામાં આવી છે. કાર્યક્રમમાં ડોકટર્સ અને એકસપર્ટસ દ્વારા ખોરાક અને સ્‍વાસ્‍થ્‍યને લઇને માહિતી આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં ડો. અમી મહેતા, ડો. દર્શના પંડયા, ભાવના દોશી, ડો.સ્‍વાતી પોપટ, ડાયેટિશિયન સિમ્‍મી ખન્ના તથા કૂડીઝ ઇન રાજકોટ ગ્રુપના કવિતા રાયચુરા અને એમ ઝેડ ફિટનેસ હબના મૂળરાજસિંહ ઝાલા અને જજ તરીકે ડો. જયોતિ શાહ હાજર રહેશે. જુદી જુદી કિવઝ અને ગેમ્‍સ દ્વારા ફુડ વેલ્‍યુ વિશે સમજ અપાશે. કાર્યક્રમની ફી રૂ.૩૫૦ રાખેલ છે.  રજીસ્‍ટ્રેશન માટે મો. ૯૪૦૮૬૬૪૮૬૩ ઉપર સંપર્ક કરી શકાય છે ઘરેથી કોઇપણ વસ્‍તુ બનાવીને લાવવાની રહેશે.

તસ્‍વીરમાં દર્શના અનડકટ, સિમ્‍મી ખન્ના, ડો. મુળરાજ ઝાલા, નિમીષા ખન્ના અને કનન અનડકટ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:52 pm IST)