Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શિવમ પાર્કમાં થયેલ ચોરીના કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટઃ તા.૫મકાનમાં અપગૃહ પ્રવેશ કરી ચોરીના ગુન્‍હામાં આરોપીને જામીન મુકત કરવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસમાં ટુંકમાં વિગત એવી છે કે, તા.૧૦/૦૬/૨૦૨૨થી તા. ૧૩/૦૬/૨૦૨૨ સુધીમાં કોઇ પણ સમયે શિવમ પાર્ક, શેરી નં.૬, રેલનગર, રાજકોટ ખાતે રહેતા ફરીયાદી-હિતેષભાઇ મનસુખભાઇ ચૌહાણના ઘરે આરોપી દ્વારા ગેરકાયદેસર અપગૃહ પ્રવેશ કરી ફરિયાદીના ઘરે ચા ના વેપારના ચુકવણા માટે રાખેલા રૂા. ૨,૨૦,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ વીસ હજાર પુરાની ચોરી કરેલ હોય જે સંબંધ ફરિયાદીએ તા.૨૦/૦૬/૨૦૨૨ના રોજ પ્રદ્યુમનનગર પો. સ્‍ટેશનમાં આઇ.પી.સી.કલમ- ૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબની ફરિયાદ નોંધાવેલ. જે તપાસના આધારે પ્રદ્યુમનનગર પો.સ્‍ટેશનનાઓએ આરોપી-યોગીરાજસિંહ જાડેજાની તા.૨૧/૦૬/૨૦૨૨ના રોજ અટકાયત કરેલ અને નીચેની અદાલતમાં રીમાન્‍ડ સાથે રજૂ કરેલ ત્‍યારબાદ બંને પક્ષની દલીલ સૉભળી નીચેની અદાલત દ્વારા આરોપીના રીમાન્‍ડ નામંજુર કરેલ અને આરોપીને જેલ હવાલે કરેલ. ત્‍યારબાદ આરોપીના વકીલ દ્વારા સેસન્‍સ અદાલતમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેમાં થયેલ દલીલો તથા વડી અદાલતોના ચુકાદાઓને ધ્‍યાનમાં રાખી સેસન્‍સ કોર્ટમાં આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી રાજકોટના ધારાશાષાી શ્રી શૈલેષગીરી કે.ગોસ્‍વામી, ગીરીશપુરી એન. ગોસ્‍વામી, જીઁનીયશકુમાર જે.સુવેરા, જીતેન એ.ઠાકર, જયપાલસિંહ એમ. જાડેજા તથા રચિત એમ.અત્રી રોકાયેલ હતા.

(3:48 pm IST)