Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બિલખા પ્‍લાઝાના સોડમ રેસ્‍ટોરન્‍ટવાળા જીજ્ઞેશભાઇ ધ્રુવની વળતી રજૂઆત

પોતાના વિરૂધ્‍ધ ખોટી ફરિયાદ થયાની રજૂઆતઃ પાર્કિંગની જગ્‍યામાં દબાણ થયાના આક્ષેપો કર્યાઃ પાંચ દિવસ પહેલા થયેલી બબાલમાં સામ સામી ફરિયાદ થઇ'તી

રાજકોટ તા. ૫: ધરમ સિનેમા નજીક આવેલ બિલખા પ્‍લાઝામાં પાંચ દિવસ પહેલા વકિલ અને રેસ્‍ટોરન્‍ટ સંચાલક વચ્‍ચે થયેલી માથાકુટમાં સામસામી ફરિયાદ બાદ હવે સામસામી રજૂઆતો થઇ રહી છે. વકિલ તરફથી રજૂઆત બાદ આજે રેસ્‍ટોરન્‍ટ સંચાલકે રજૂઆત કરી પોતાના વિરૂધ્‍ધ ખોટી ફરિયાદ થયાનું અને પાર્કિંગની જગ્‍યા દબાવી દેવામાં આવ્‍યાના આક્ષેપો કર્યા છે. આ બારામાં બિલખા પ્‍લાઝામાં અપર ફલોરમાં સોડમ નામે રેસ્‍ટોરન્‍ટ ધરાવતાં જીજ્ઞેશભાઇ જગદીશચંદ્ર ધ્રુવએ પોલીસ કમિશનર અને પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં રજૂઆત કરી જણાવ્‍યું છે કે ગત ૩૦મીએ બિલખા પ્‍લાઝામાં જે બનાવ બન્‍યો તેમાં એડવોકેટ મુકેશભાઇ ઠક્કર દ્વારા થયેલા આક્ષેપો પાયા વિહોણા છે. હુંમારા રેસ્‍ટોરન્‍ટમાંથી બહાર જતો હતો ત્‍યારે અમારા કર્મચારીએ કહેલું કે તમને નીચે વિજયસિંહ મોરીનીઓફિસમાં બોલાવે છે. હું ત્‍યાં જતાં મારા પર પાણી ચોરીનો આરોપ મુકાયો હતો અને મને ગાળો આપવામાં આવી હતી. મેં તેમને કહેલુ કે અમે પાણી કોમન બોરમાંથી લઇએ છીએ અને મેઇન્‍ટેનન્‍સ પણ ચુકવીએ છીએ તો ચોરી કઇ રીતે ગણાય? આ સાંભળી બિલખા પ્‍લાઝા કોમર્શિયલ ઓનર્સ વેલફેર એસો.ના પ્રમુખ મુકેશભાઇ ઠક્કર આવી ગયા હતાં અને ગાળો દીધી હતી. ગાળો બોલવાની ના પાડતાં મારામારી ચાલુ કરી હતી.

જીજ્ઞેશભાઇએ આગળ જણાવ્‍યું છે કે દરવાજો બંધ કરી વિજયસિંહ મને હોકી સ્‍ટીકથી માર માર્યો હતો. હું બહાર ભાગી ન શકું એ માટે દરવાજોબંધ કરી દેવાયો હતો. પાર્કિંગની જગ્‍યા દબાવાઇ હોઇ મેં કાયદેસરની કાર્યવહી કરવાની ચેતવણી ઉચ્‍ચારતાં મને મારવાનું બંધ કર્યુ હતું. એ પછી ૧૦૦ નંબરમાં ફોન કરીને પોલીસને પણ મેં બોલાવી હતી. મને ઓફિસમાં ગોંધી રાખી મારકુટ કરવામાં આવી હતી.   મારી હાલત ખરાબ હોઇ હું બહાર પણ નીકળી શકતો નહોતો. પછી મારા કર્મચારી મદદે આવ્‍યા હતાં અને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. જીજ્ઞેશભાઇએ વધુમાં લેખિત રજૂઆતમા લખ્‍યું છે કે અમારી પાસે સોૈથી વધુ ૧૩ દૂકાનો હોવા છતાં અમને કોમન પાર્કિંગમાં સ્‍કૂટર પણ પાર્ક કરવા દેવામાં આવતું નથી. જ્‍યારે નીચે પાર્કિંગમાં રેસ્‍ટરોન્‍ટની રેકડી, રસોડુ, ગોડાઉન, ટેબલો પાથરી ધંધા માટે જગ્‍યા આપી દેવાઇ છે. તેમજ લોખંડની જાળી નાખી એન્‍ટ્રી બંધ કરીદેવાઇ છે. કસ્‍તુરબા રોડ પર ઘણા રેસ્‍ટોરન્‍ટ હોવાથીટ્રાફિક પણ રહેતો હોય છે. અમારા રેસ્‍ટોરન્‍ટને બંધ કરાવવા આડકતરા નીતનવા કાવતરા થાયછે. આ મામલે યોગ્‍ય તપાસ કરવા અમે મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં પણ રજૂઆત કરી છે. તેમ વધુમાં જીજ્ઞેશભાઇએ જણાવ્‍યું છે.

(3:14 pm IST)