Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગુરૂપૂર્ણિમાએ મહામાંગલીક મહાઅનુષ્‍ઠાન- મંત્ર શકિતપાતનું દિવ્‍ય આયોજનઃ રાષ્‍ટ્રસંત પૂ.ડો.વસંતવિજયજી મ.સા.ની નિશ્રા

શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ ખાતે

રાજકોટ તા. પ :.. તામિલનાડુ સ્‍થિત બેંગ્‍લોર શહેરથી ૯પ કિલો મીટર દુર બંગ્‍લોર - ચેન્નાઇ હાઇવે પર આવેલ મહા ચમત્‍કારી વિશ્વ વિખ્‍યાત શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે આગામી તા. ૧૩ ના રોજ ગુરૂ સપૂર્ણિમાના મંગલ અવસરે પ.પૂ. રાષ્‍ટ્રસંત યતિવર્ય ડો. શ્રી વસંતવિજયજી મ.સા.ની નિશ્રામાં સિધ્‍ધ વષા, દિવ્‍યંત્ર, દૈવિકયજ્ઞ તથા શકિતમંત્ર યુકત ગુરૂપુર્ણિમાં મહામાંગલિક અનુષ્‍ઠાનનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજનમાં દેશભર તથા વિશ્વભરમાંથી કુલ રરરર લાભાર્થીઓ જોડાશે. જેમાં ગુરૂપૂર્ણિમાના મંગલ દિવસે આ અનુષ્‍ઠાનમાં જોડાનાર લાભાર્થીઓને સૂર્યદેવની સાક્ષીમાં ૧૦૮ દુર્લભ ઔષધિઓ તથા જડીબુટ્ટીઓ મિશ્રીત જળથી સ્‍નાન કરાવવામાં આવશે. તેમજ બપોરે સર્વદોષ હરણ મહાયજ્ઞ વિધાન થશે. તેમજ રાત્રે ખુલ્લા મેદાનમાં ચંદ્રકિરણોમાં પ૪૦ વિભિન્‍ન દૈવિક મંત્રનું શ્રવણ કરાવવામાં આવશે તેમજ જોડાનાર દરેક લાભાર્થીઓને મંત્ર અભિયુકત દિવ્‍યવષા તથા સમસ્‍ત સિધ્‍ધ પુરૂષોની કૃપા પ્રદાયક યંત્ર આપવામાં આવશે. આ ગુરૂપૂર્ણિમાં મહામાંગલિક તથા મહાઅનુષ્‍ઠાનમાં જે લાભાર્થીઓ જોડાવા માટે શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે જવા માંગતા હોય તેઓએ તેમના રજીસ્‍ટ્રેશન માટે શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામ (મો. ૦૯૦પ૧ ૩૯૦પ૧) ઉપર સંપર્ક કરીને રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે. આ આયોજનમાં જોડાવા માંગતા દરેક લાભાર્થીઓએ પોતાની રીતે પોતાના સ્‍વખર્ચે શ્રી કૃષ્‍ણગીરી પાર્શ્વ પદ્માવતી શકિત પીઠ તીર્થધામ મુકામે પહોંચવાનું રહેશે.

(3:10 pm IST)