Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સીટી બસમાં વિદ્યાર્થીઓને વધુ રાહત મળે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી જોઇએ

તંત્રીશ્રી,

શહેરમાં ચાલતી સીટી બસમાં વિદ્યાર્થીઓને હાલ કોઇ કન્‍સેશન અપાતુ નથી. સીટી બસ માટે પાસ કાઢી આપવામાં આવે છે. પરંતુ એ માટે ફોર્મ લેવા જવુ, ભરીને આપવા જવુ, ડોકયુમેન્‍ટ જોડીને રૂ. ૫૦ ફી ભરતા છેવટે તો રેગ્‍યુલર ભાડા જેટલુ જ ભાડુ પાસનું થઇ જાય છે. તો આવા પાસ કઢાવવાનો મતલબ શું? વળી પાંચ રવિવાર અને તહેવારોની રજા ગણો તો પાસ કઢાવવામાં અને રેગ્‍યુલર ટીકીટ કપાવવાના ખર્ચમાં કોઇ જાજો ફરક જણાતો નથી. જે રીતે એસ.ટી. બસમાં દરેક મુસાફરોને પંદર દિવસના ભાડામાં ત્રીસ દિવસની મુસાફરીની યોજના છે, તેવી રીતે સીટી બસ પણ યોજના શરૂ કરે તો વિદ્યાર્થીઓને કઇક અંશે રાહત મળી શકે. મહાનગરપાલીકા, રાજપથના સંચાલકો આ દિશામાં ગંભીરતાથી વિચારે અને સીટી બસમાં વિદ્યાર્થીઓને ખરા અર્થમાં કન્‍સેશન કરી આપે તેવી વાલીઓ વતી અમારી લાગણી છે. (૧૬.૨)

- સુરેશ ચાવડા, બચુભાઇ સોલંકી, રમેશભાઇ મુંધવા

(3:10 pm IST)