Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ભારતીય ખ્રિસ્‍તી દિવસની ઉજવણી

શાંતિ રેલી, પ્રાર્થના, વૃક્ષારોપણ જેવા કાર્યો સાથે

રાજકોટ તા. ૫ : પ્રભુ ઇસુ ખ્રિસ્‍તના ૧૨ શિષ્‍યોમાંના એક શિષ્‍ય સંત થોમા ઇ.સ. ૫૨ ની સાલમાં ભારત આવ્‍યા હતા. તેઓ પ્રભુ ઇસુ ખ્રિસ્‍તના શુભ સંદેશનો પ્રચાર પ્રસાર કરી માનવજાતની સેવા કરતા કરતા તા. ૩ જુલાઇ ઇ.સી.૭૨ ની સાલમાં શહીદ થયા હતા. ત્‍યારથી એ દિવસ ભારતીય ખ્રિસ્‍તી દિવસ તરીકે ઉજવવામાં આવતો હોવાનું યુનાટેડ ક્રિヘયન ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ બીશપ જોશ અને ઉપપ્રમુખ રેવ. આશિષ ક્રિヘયનની યાદીમાં જણાવાયુ છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છ વિસ્‍તારમાં આવેલ ખ્રિસ્‍તી પંથોએ આ દિવસની શાનદાર ઉજવણી કરી હતી. ખ્રિસ્‍તી સમાજે શાંતિથી સરઘસ આકારે શહેરમાં ફરી ચર્ચમાં જઇ પ્રાર્થના કરી હતી. ગરીબોને ભોજન સામગ્રીનું વિતરણ, વૃક્ષારોપણ, મેડીકલ કેમ્‍પ જેવા કાર્યક્રમો હાથ ધરાયા હતા. તેમ બીશપ જોશ અને આશિષ ક્રિヘયનની યાદીમાં જણાવાયુ છે.

(3:07 pm IST)