Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રિસામણે ગયેલી પત્‍નિએ પોલીસમાં અરજી કરતાં અમૃતે ઝેર પી લીધું

ખોડિયારનગરના યુવાને કહ્યું-પોલીસે નિવેદન માટે બોલાવતાં ડરી જતાં પગલુ ભર્યુ

રાજકોટ તા. ૫: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં અમૃત મોહનભાઇ પરમાર (ઉ.૨૪) નામના યુવાને ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

અમૃત બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને છુટક કામ કરે છે. તેના લગ્ન આંબેડકરનગરની તૃપ્‍તી સાથે દોઢ વર્ષ પહેલા થયા છે. તેણે કહ્યું હતું કે ત્રણેક મહિનાથી પત્‍નિ રિસામણે ગઇ છે. ગઇકાલે તેણે મહિલા પોલીસમાં મારકુટ અંગેની અરજી કરતાં પોલીસે મને નિવેદન માટે બોલાવ્‍યો હતો. કેસ થશે એવો ડર લાગતાં મેં દવા પી લીધી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. 

(11:47 am IST)