Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનું વેબસાઇટ દ્વારા જીવંત પ્રસારણ

પરીક્ષામાં પારદર્શકતા લાવવા કુલપતિ ગીરીશ ભીમાણી અને નિયામક નિલેશ સોની દ્વારા નવતર પ્રયોગ

રાજકોટ તા. ૫ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી સ્‍નાતક અને અનુસ્‍નાતક કક્ષાની પરીક્ષાનો ત્રીજો અને અંતિમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ વખત યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પરીક્ષાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પારદર્શકતા લાવવા કુલપતિ ગીરીશ ભીમાણી અને પરીક્ષા નિયામક નિલેશ સોની દ્વારા પરીક્ષાની તમામ પ્રક્રિયા લોકો જોઇ શકે તે રીતે હાઇટેક ડિજીટલ સિસ્‍ટમ દ્વારા વ્‍યવસ્‍થા કરી છે. આ નવતર પ્રયોગમાં કુલ ૫૦ પરીક્ષાઓમાં ૫૧,૯૫૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં લેવાય અને મહેનતુ વિદ્યાર્થીઓને અન્‍યાય ન થાય તે માટે તમામ પરીક્ષા કેન્‍દ્ર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્‍યા છે ઉપરાંત ચેકીંગ સ્‍કવોડ પણ નજર રાખી રહી છે. પરીક્ષા કેન્‍દ્રમાં પ્રશ્નપત્રોનું કવર પણ કેમેરાની સામે જ ખોલવામાં આવશે.

આ નવતર પ્રયોગની માહિતી આપવા બપોરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:46 am IST)