Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શહેરના રાજમાર્ગો ઉપર વધુ ૩૬ રેંકડી - કેબીનો દુર : ૭૦ કિલો અખાદ્ય શાકભાજી - ફળોનો નાશ

મનપાની દબાણ હટાવ શાખા ત્રાટકી : રૂા. ૬૭ હજારથી વધુનો વહીવટી અને મંડપ ચાર્જ વસુલાયો

રાજકોટ તા. ૪ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. મનપાની સત્તાવાર યાદી આ મુજબ છે.

રસ્‍તા પર નડતર ૩૬ રેંકડી-કેબીનો ગાયત્રીનગર,આંનદબંગલા ચોક,જંકશન રોડ,જયુબેલી માર્કેટ,મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ,મવડી મેઈન રોડ,પટેલ ક્‍ન્‍યા છાત્રાલય,પુષ્‍કરધામ રોડ,શિવમ પાર્ક,રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, કૃષ્‍ણનગર મેઈન રોડ,પરથીજપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્‍ય ૭૭ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જયુબીલી,મવડી મેઈન રોડ,રેસકોર્ષ ગ્રાઉન્‍ડ,હોસ્‍પીટલ ચોક,ᅠᅠરેલવે જંક્‍સન, રૈયા રોડ,બસ સ્‍ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ,ચંદ્રેશનગર,કુવાડવા રોડ,શાષાી મેદાન,પરથી જપ્ત કરવામાં આવી હતી.

૭૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેઇન રોડ,ᅠપુષ્‍કરધામ મેઈન રોડ,ᅠમવડી મેઈન રોડ,ᅠજયુબિલી માર્કેટ,ᅠરેલ્‍વે જંક્‍શન,ᅠઆંનદ બંગલા ચોક,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૩૮,૫૦૦નો વહીવટી ચાર્જ ᅠᅠરેલનગર ઢેબર રોડᅠ, ત્રિકોણ બાગ,ᅠયુનિવર્સિટી રોડ,ᅠચંદ્રેશનગર રોડ,ᅠનાના મૌવા રોડ,ᅠરૈયા રોડ,ᅠમાટેલ ચોક,ᅠમોરબી રોડ,ᅠપરથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત રૂ.૨૮,૬૮૦નો મંડપ ચાર્જ જે ᅠરેલ નગર,ᅠયાજ્ઞીક રોડ,ᅠમવડી રોડ,ᅠરૈયા રોડ,ᅠસેટેલાઇટ રોડ,ᅠનાના મૌવા રોડ,ᅠસાધુવાસવાણી રોડᅠમાંથીᅠવસુલ કરવામાં આવ્‍યો હતો,ᅠઅને ᅠ૬૫ બોર્ડ-બેનરો જે રોડ સંતકબીર રોડ,ᅠચંદ્રેશનગર મેઈન રોડ,ᅠયુનિ. સિટી ᅠરોડ,ᅠઢેબર રોડ,ᅠપરથીᅠજપ્ત કરવામાં આવ્‍યા હતા.

(3:32 pm IST)