Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રામાપીર ચોકડીએ પાણી ભરાયા : ટ્રાફીક જામના દૃશ્‍યો : અનેક વાહનો ફસાતા લોકો મદદે દોડી આવ્‍યા

રાજકોટ : શહેરમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળે છે. બપોરથી હળવા - ભારે ઝાપટાનો દોર ચાલુ છે. ત્‍યારે બપોરે ૧ વાગ્‍યાની આસપાસ જોરદાર ઝાપટુ વરસી ગયુ હતું ત્‍યારે શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડીએ પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે અનેક વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડયો હતો. હાલમાં ત્‍યાં ઓવરબ્રીજનું કામ ચાલુ હોય દરરોજ ટ્રાફીક જામના દૃશ્‍યો જોવા મળે છે. ત્‍યારે આજે વરસાદી પાણી ભરાતા અનેકના ટુ વ્‍હીલરો બંધ થઈ ગયા હતા તો અમુક વાહનો ખાડામાં ફસાઈ ગયા હતા. આ સમયે આસપાસમાંથી પસાર થતા લોકો અને અન્‍યોએ મદદ કરી હતી. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:37 pm IST)