Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કાલથી ચિત્રો-ફોટોગ્રાફીનું એકઝીબીશન

મહિલા દિન નિમિતે ફકત મહિલા કલાકારો દ્વારા : અલગ-અલગ શહેરોમાંથી ૮૦થી વધુ મહિલાઓ ભાગ લેશે, ૧૫૦થી વધુ ચિત્રોનું મેગા પ્રદર્શનઃ ધારા માણેક-અમિત માણેકનું આયોજન

રાજકોટઃ આઠમી માર્ચ મહિલા દિન નિમિતે ટ્રિપલ એ ફાઉન્ડેશન અને પોઝિટિવ રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા ફકત મહિલા કલાકારો દ્વારા ચિત્રો અને ફોટોગ્રાફીનું એકિઝબિશન તા.૬ થી તા.૮ (શનિથી સોમ) ત્રણ દિવસ શ્યામાંપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્ષ,રાજકોટ ખાતે સવારે ૮ થી રાત્રે ૮ સુધી યોજાશે. આ એકિઝબિશનમાં અલગ અલગ શહેરોમાંથી ૮૦ થી વધુ મહિલાઓ ભાગ લેશે,

આ પ્રદર્શનમાં રાજકોટ ,ભાવનગર, અમદાવાદ, અમરેલી, પોરબંદર, ગાંધીનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, પુના, વલસાડ, મોરબી, હિંમતનગર, સુરત, ઇન્દોર વગેરે શહેરના મહિલા આર્ટીસ્ટોભાગ લેશે.૧૫૦ થી વધારે ચિત્રોનું મેગા પ્રદર્શન તા.૬ ના સવારે ૧૧ વાગ્યે ખુલ્લું મુકાશે.મહિલાઓને પ્રોત્સાહિત કરવા મહિલા દિનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.  આ એકિઝબિશનનું ઉદ્ઘાટન તા.૬ના સવારે ૧૧ વાગ્યે મહિલા મહાનુભાવો દ્વારા કરવામાં આવશે.જેમાં શ્રીમતી રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા (કરણી સેના), શ્રીમતી રેખાબા ઝાલા(વડોદરા) વોર્ડ ૧૬ મહિલા મોરચા પ્રમુખ, શ્રીમતી બીનાબેન આચાર્ય(મંત્રી,ગુજરાત પ્રદેશ ભાજપ), શ્રીમતી ભાનુબેન બાબરીયા, (કોર્પોરેટર વોર્ડ નં. ૧ ), શ્રીમતી વંદનાબેન નીતિનભાઈ ભારદ્વાજ(સમાજ અગ્રણી), શ્રીમતી બીનાબેન કમલેશભાઈ મીરાણી (સમાજ અગ્રણી) શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી (મહિલા ભાજપ અગ્રણી, શ્રીમતી નેહાબેન નેહલભાઈ શુકલ, (ટ્રસ્ટી શ્રી,એચ,એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજિસ),શ્રીમતી સુમીતાબેન રાજેશભાઈ ચાવડા(ભાજપ ગ્રામ્ય), શ્રીમતી ધારાબેન અમિતભાઇ માણેક - (પ્લે-બેક સિંગર) ઉપસ્થિત રહેશે.

ટ્રિપલ એ ફોઉન્ડેશન અને પોઝિટિવ રિવોલ્યૂશન ટ્રસ્ટ દ્વારા ફકત મહિલાઓ માટે કરવામાં આવી રહ્યું છે.આ કાર્યક્રમના સમગ્ર આયોજન માટે ધારાબેન માણેક,અમિત માણેક (મો.૯૮૯૮૩ ૦૦૨૫૨), અજય જાડેજા,અજય ચૌહાણ અને અશોક પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:47 pm IST)