Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ચેકરિટર્ન કેસમાં અક્ષર એન્જીનીયરીંગ વર્કસ કંપનીના માલિકનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૫ :. અત્રેના અક્ષર એન્જીનીયરીંગ વકર્સના કંપનીના માલિકનો ચેક રીટર્ન થતા તેઓ સામે થયેલ ફરીયાદમાં કોર્ટે નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી અક્ષર એન્જીનીયરીંગ વકર્સ નામની કંપની કે જે સમ્રાટ ઈન્ડ. એરીયા, એસ.ટી. વકર્સ શોપ પાછળ, રાજકોટ ખાતે આવેલી છે તેમાં ડિઝાઈન એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા અને ફરીયાદીના પગાર માંહેથી ફરીયાદી તેમની જરૂરીયાત મુજબની રકમ ઉપાડતા અને બાકીના પગારની રકમ બચત સ્વરૂપે આરોપી શેઠ પાસે જમા કરાવતા હતા અને ફરીયાદીને તેના શેઠ પાસે જાન્યુ. ૨૦૦૯થી ડિસે. ૨૦૧૪ સુધી બચતરૂપે જમા કરાવેલ બચત રકમની જરૂરીયાત ઉભી થતા ફરીયાદીએ તેમના શેઠ કિરણકુમાર દોલતરામ કેલૈયા પાસે લેણી રકમ માંગણી કરતા આરોપીએ બેંક ઓફ ઈન્ડીયા, ભકિતનગર શાખા, રાજકોટનો તા. ૨૯-૧-૨૦૧૬ની મુદતનો રૂ. ૮,૦૦,૫૦૦નો ચેક આપેલ.

સદરહુ ચેક 'ફંડ ઈનસફીસીયન્ટ'ના શેરા સાથે રીટર્ન તથા ફરીયાદીએ ઉપર મુજબના આક્ષેપવાળી ફરીયાદ, ફરીયાદી સંજીવ ગણેશકુમાર શાહે અક્ષર એન્જીનીયરીંગ વકર્સના માલિક વિરૂદ્ધ કરેલ અને સદરહું ચેક રીટર્નના ફરીયાદના કામે ઘણી બધી કાનૂની તકરારો ફરીયાદ પક્ષ તરફે લેવામાં આવેલી. પરંતુ બચાવપક્ષે ફરીયાદીની ઉલટ તપાસ મુદ્દાસર કરવામાં આવેલી અને ફરીયાદી ચેક મુજબનું લેણું આરોપી પાસે નિકળતું હોવાનુ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ અને ફરીયાદી આરોપીને ત્યાં નોકરી કરતા હતા તેવું પુરવાર કરવામાં પણ ફરીયાદીની વ્યાપક ઉલટ તપાસ દરમ્યાન નિષ્ફળ ગયેલ તેમજ બચાવપક્ષે રજુ રાખેલ ઉચ્ચ અદાલતોમાં ચુકાદાઓ ધ્યાને લઈને રાજકોટની સ્પે. નેગોશીએબલ કોર્ટના જજશ્રી જી.ડી. પડીયાએ ચાર વર્ષથી વધુ સમયની કાનૂની લડતના અંતે આરોપી કિરણકુમાર દોલતરાય કેલૈયાને નિર્દોષ છોડી મુકવાનોે હુકમ ફરમાવેલ છે. આ કામે આરોપી તરફે ધારાશાસ્ત્રી કેતન એન. સિંધવા રોકાયેલ હતા.

(4:39 pm IST)